(એજન્સી) મુંબઈ, તા. ૧૯
મુંબઈની યુવા સેનાએ વાયરલ વીડિયો માટે આરજે મલિષ્કાની સામે ૫૦૦ કરોડનો બદનક્ષીનો દાવો માંડવાની માંગણી કરી છે. યુવા સેનાના બે સભ્યોએ બીએમસી કમિશનરને આરજે મલિષ્કાની સામે ૫૦૦ કરોડનો દાવો માંડવાનું જણાવ્યું છે. રેડિયો સ્ટેશન દ્વારા એક વીડિયો વાયરલ બનતાં તેમણે આવી માંગણી કરી હતી. વીડિયોમાં મલિષ્કા અને તેમના સાથીઓ શહેરની સમસ્યાઓનો અસરકારક રીતે ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેલી બીએસીની હાંસી ઉડાવવામાં આવી હતી. આરજે મલિષ્કા દ્વારા ગાવામાં આવેલા ગીતના વીડિયોને મુંબઈ તુલા બીએમસી વાર ભરોસા નહી કા તેવું મથાળું આપવામાં આવ્યું હતું. સેનાના નેતાો, અમેય ગોયેલે કે જેઓ સેનાના ધારાસભ્યે બીએમસીને એક પત્ર પાઠવીને મલિષ્કા અને તેના સાથીઓની સામે પગલાં ભરવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે મલિષ્કા અને તેમના મિત્રોએ ખોટી રીતે બીએમસીની ફરિયાદ કરી. આ તેમના અધિકારક્ષેત્રમા આવતું નથી. તેમણે ઉમેર્યું કે વીડિયોને કારણે બીએમસીનું નામ બદનામ થયું છે અને તેના હજારો કર્મચારીઓનો વિશ્વાસ ઉડી ગયો છે. આ વીડિયોને યુટ્યુબ પર ૧૧ લાખ કરતાં પણ વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો હતો.