મુંબઈ પોલીસનું નવું મિશન : મુસ્લિમ યુવાનોની સિદ્ધિઓનો પ્રચાર

આઈપીએસ ખાલિદ કરે છે મુસ્લિમ યુવાનોમાં સફળતા માટે નવો સંચાર

 

દ્બમુંબઈ, તા.૨૮

દ્બતમે કોના ચાહક છો? તમે કોને તમારા આદર્શ માનો છો? સામાન્ય રીતે કોઈ પણ યુવાન પાસેથી આ સવાલના જવાબમાં અમિતાભ બચ્ચનથી માંડીને સલમાન ખાન સુધીના કોઈ કલાકારનું જ નામ સાંભળવાનું મળે! કદાચ એટલે જ ટીનેજરોથી માંડીને યુવાનો સુધી સૌ કોઈ કલ્પનાની જ ઉડાન ભરતા હોય છે, હકીકત સાથે તેમનું મિલન થતું નથી. મુંબઈ પોલીસે યુવાનોની આ માનસિકતાને બદલવા માટે નવતર અભિગમ દાખવ્યો છે.         મુંબઈમાં રહેલા કૈસર ખાલિદ નામના આઈપીએસ યુવાન આ સ્થિતિ બદલવા માગે છે. તેમણે નક્કી કર્યું છે કે યુવાનોના આદર્શોને બદલવા. હાલમાં કૈસરને ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્‌સ (પીસીઆર) તરીકે મહારાષ્ટ્ર પોલીસમાં મૂકવામાં આવ્યા છે. ખાલિદે નક્કી કર્યું છે કે, દેશભરમાં મુસ્લિમ સમુદાયનાં ઘરોમાં, મહોલ્લાઓમાં અને શેરીઓમાં જઈને યુવાનોને મુસ્લિમ રોલ મોડલ માટે સમજાવવા. તેમનું માનવું છે કે, એક વાર આ યુવાનોના મનમાં સફળતા માટેની ભૂખ જાગશે એટલે રસ્તો નીકળી આવશે. આ યુવાનોને એ સમજાવવાની જરૂર છે કે, તમારા ભાઈને સફળતા મળી છે તો તમને પણ વિવિધ ક્ષેત્રે સફળતા મળી શકે છે. ખાલિદ પ્રશ્ન કરે છે કે, શા માટે માત્ર બોલિવુડના હીરો જ તમારા રોલ મોડેલ બને છે, જ્યારે અન્ય અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવનારા લોકો તમારી મધ્યે ઊભા છે!  ખાલિદ ભારતમાં જ્યાં પણ જાય છે ત્યાં તે વિવિધ ઉદાહરણો ટાંકે છે. તે ખાસ કરીને અન્સાર શેખ નામના એક છોકરાની વાત કરે છે. અન્સાર શેખ મરાઠાવાડા, જલગાંવમાં શેડગાંવ ગામનો રહીશ છે અને તેણે આઈએએસની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી લીધી અને તે પણ ભારતભરમાં ૩૬૧મા રૅન્ક સાથે. ખાલિદ સમજાવે છે કે, એક શાલીન ઘરના આ છોકરાએ યુપીએસસી પાસ કર્યું અને તેની વાત હું મારી દરેક મીટિંગમાં કરું જ છું. જો એક છોકરો જાતે આટલું કરી શકતો હોય તો આપણે ઘણા બધા છીએ, કેમ પાછા પડીએ છીએ અભ્યાસમાં?-એવો સવાલ આઈપીએસ ખાલિદે મીટિંગમાં યુવાશ્રોતાઓને કર્યો.          અવારનવાર ખાલિદ જેનું ઉદાહરણ આપે છે તે અન્ય યુવાન છે સોહેલ કાઝી. ઔરંગાબાદના આ મુસ્લિમ યુવાને તેની બોર્ડની પરીક્ષામાં ૯૮ ટકા મેળવ્યા. ખાલિદે ઉમેર્યું કે, આવી સફળતા માટે ખૂબ મહેનત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, સારી સરકારી નોકરી મેળવીને સ્થિર થાઓ. તમે તમારા પરંપરાગત પારિવારિક વ્યવસાયથી કંઈક નવું વિચારો અને આગળ વધો. પોલીસ અધિકારી હોવા છતાં ખાલિદ ઇચ્છે છે કે પોતે એક પ્રોત્સાહક પરિબળ બની રહે. તે કહે છે કે, એક પોલીસ અધિકારી હોવાથી મારી વાત યુવાનો સાંભળે છે, પરંતુ મારે તેમને જાગૃત કરવા છે, તેમનામાં આત્મવિશ્વાસનો પ્રાણવાયુ ફૂંકવો છે, એમ કહીને ખાલિદ આશા રાખે છે કે મુસ્લિમ યુવાવર્ગ હવે આગામી યુગમાં નવી ઊંચાઈઓ સર કરશે.        જ્યારે મુસ્લિમ સમાજમાં ખાલિદ જેવા અનેક યુવાનો આદર્શ બની શકે તેવા મોજૂદ છે, તો પછી શા માટે બોલિવુડ પર નજર નાખવી!

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks