મુંબઈ વરસાદમાં લાપતા થયેલા ડૉક્ટરને શોધવા દરેક મેનહોલની તપાસ શરૂ કરાઈ

(એજન્સી) મુંબઈ, તા.૩૦
મુંબઈમાં પડી રહેલા વરસાદે લોકોની સમસ્યાઓ વધારી દીધી છે. ઘણા લોકો ફસાઈ ગયા છે, ઘણા લોકો પાણીમાં વહી પણ રહ્યા છે. બોમ્બે હોસ્પિટલના ડૉક્ટર દીપક અમરાપુરકર મંગળવારે સાંજથી લાપતા છે. તે હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. ડૉ. દીપક હોસ્પિટલથી લોઅર પરેલમાં આવેલા પોતાના ઘરે જવા માટે નીક્ળ્યા હતા. ત્યાં જ રસ્તામાં પાસે આવેલા મેનહોલની નજીક તેમની છત્રી મળી છે. પરંતુ તેમના કોઈ સમાચાર નથી.
મુંબઈના વરસાદમાં ફસાયેલા શહેરના પ્રખ્યાત ડૉક્ટર દીપક અમરાપુરકર હજી સુધી લાપતા છે. ડૉક્ટર અમરાપુરકર મુંબઈના એલ્ફિનસ્ટોન રોડ સ્ટેશનથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારથી તેઓ લાપતા છે. પ૮ વર્ષીય અમરાપુરકર મંગળવારે સાંજે પોતાની કારથી ઘરે પાછા ફરી રહ્યા હતા. આની વચ્ચે તેમની કાર વરસાદના પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી. તેઓએ પોતાના ડ્રાઈવરને એલ્ફિનસ્ટોન રોડ સ્ટેશન સુધી છોડવા કહ્યું અને પછી તેઓ ચાલીને જ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. તેમનું ઘર ત્યાંથી ૧૦ મિનિટના અંતરે હતું પણ અમરાપુરકર હમણાં સુધી લાપતા છે. તેમના વિશે કોઈ જાણકારી મળી નથી. દાદર ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુનીલ દેશમુખે જણાવ્યું કે, કેટલા નજરે જોનારા લોકોના મુજબ અમારા અમરાપુરકર અહીંયાના મેન હોલમાં પડી ગયા હતા. પોલીસને તેમની છત્રી મળી આવી છે. પોલીસે મેનહોલના વિસ્તારને ઘેરી લીધો છે અને અમરાપુરકરની તપાસમાં તેઓ બીએમસી સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સિનિયર ડૉક્ટરને છેલ્લી વખત બોમ્બે હોસ્પિટલથી પાછા ઘર ફરતા જોવામાં આવ્યા હતા. આની વચ્ચે પોલીસે તેમના ગુમ થયા હોવાનો કેસ દાખલ કર્યો છે. તેમના મેનહોલમાં પડવાની પણ આશંકા બતાવામાં આવી રહી છે. ડૉક્ટરની ભત્રીજી પલ્લવી ગોડબોલેએ જણાવ્યું કે, તેઓએ ડ્રાઈવરને કહ્યું હતું કે, કારને ઘરે લઈ જાય અને તેઓ એવું વિચારીને ચાલીને ઘરે જવા નીકળ્યા કે ૧૦ મિનિટમાં ઘરે પહોંચી જશે.
આ પહેલા મુંબઈના દહિસર અને કાંદિવલી વિસ્તારમાં બે લોકો દહિસર નદીમાં વહી ગયા હતા. હજી સુધી આ બે વ્યક્તિઓની ભાળ મળી નથી. આ પહેલા મુંબઈમાં મંગળવારે ૨૯૮ મિલીમીટરનો વરસાદ નોંધાયો હતો, જેનાથી વર્ષ ૨૦૦૫માં આવેલી આપત્તિની યાદો ફરીથી તાજી થઈ ગઈ. આ મૂશળધાર વરસાદને કારણે મુંબઈના ઉપનગર વિક્રોલીમાં બે ઘરો તણાઈ જવાથી બે બાળકો સહિત ૩ લોકોનાં મંગળવારે મોત નીપજ્યા હતા. બીજી તરફ, વરસાદમાં અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે લગભગ ૨૦ કિ.મી. સુધી પગપાળા જવું પડયંુ હતું. આ પરિવારમાં ૮ લોકો છે. આ પરિવાર દર્દીને કુર્લાથી કે.ઈ.એમ. હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો, પરંતુ ના તો તેમને કોઈ ટેક્સી મળી અને ના તો કોઈ બસ. આ પરિવાર લગભગ સવારે ૩ કલાકથી ચાલતો-ચાલતો સવારે ૮ કલાકે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. આ પરિવાર જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ત્યાં ડૉક્ટર પણ હાજર નહોતા. તેથી તેઓ દર્દીને લઈને મુંબઈથી ૪૫૦ કિ.મી. દૂર ભૂસાવલ ગયા. મુંબઈમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ટ્રેનની સેવાઓ ધીમે-ધીમે ચાલી રહી છે, તો કેટલાક સ્ટેશનો પર ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. ઉપરાંત આ વરસાદના મારને કારણે મુંબઈના ડબ્બાવાલા પણ આજે તેમનું કામ કરી રહ્યાં નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks