(એજન્સી) મુંબઈ, તા.૬
દેશના શીર્ષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)માંથી એકની વકીલાતનો અભ્યાસ કરતી ર૦ વર્ષીય પુત્રીનું શબ મુંબઈમાં રેલવેના પાટા પરથી મળી આવ્યો છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના અધ્યક્ષ નિલેષ વિકમસીની પુત્રી પલ્લવી વિકમસી જે લૉ ઈન્ટર્ન હતી તે બુધવારથી લાપતા હતી અને તેનો મૃતદેહ મધ્ય મુંબઈમાંથી મળી આવ્યો. દક્ષિણ મુંબઈમાં એક લૉ ફર્મમાં બુધવારે સાંજે પોતાના કલાસીસમાં ગયા પછીથી લાપતા હતી. સિક્યોરિટી કેમેરાની ફૂટેજમાં તે સાંજે ૬ વાગ્યાની આસપાસ છત્રપતિ શિવાજી મેટ્રો સ્ટેશનથી લોકલ ટ્રેનમાં સવાર થતાં જોવા મળી હતી જ્યારે પલ્લવી ઘરે પરત ન ફરી તો તેના પરિવારે તેના લાપતા હોવાની ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન પરેલ તથા કરી રોડ સ્ટેશન વચ્ચેના પાટા પર પલ્લવીનો મૃતદેહ મળી આવ્યો. આ સ્થળ છત્રપતિ શિવાજી મેટ્રો સ્ટેશનથી આશરે ૧પ મિનિટના અંતરે છે. પોલીસનું કહેવું છે કે, લાપતા થયા પહેલાં પલ્લવીએ પોતાના પરિવારને મેસેજ મોકલ્યા હતા અને ફોન બંધ કરી દીધો હતો. હાલ દુર્ઘટનાના કારણે મૃત્યુ થયું હોવાનો કેસ દખલ કરવામાં આવ્યો છે. પલ્લવીના મોતના સમાચારની પુષ્ટિ થયા બાદ અનેક સંગઠનોએ શોક વ્યકત કર્યો છે. તેના મૃતદેહને કેઈએમ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. દાદર જીઆરપીના અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાના સાક્ષીને શોધી કાઢવામાં આવ્યો છે અને શુક્રવારે તેનું નિવેદન લેવામાં આવશે. તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચાલુ ટ્રેનમાં પલ્લવી નીચે પડી ગઈ હતી કે તેણે સામે આવતી ટ્રેન સમક્ષ પડતું મૂક્યું હતું. તેમ દાદર જીઆરપીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સમાધાન પવારે જણાવ્યું કે, પલ્લવીના માતા-પિતાએ તેની હત્યા થવાનો આરોપ લગાવ્યો નથી તેની મોત પાછળનું કારણ શોધવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.