ભરૂચની મુન્શી મહિલા બીએડ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ભરૂચ,તા.ર૮

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ અને બી.ટી.ઈ. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિકના  નિયમોની જાગૃતતા અંગેના કાર્યક્રમનું આયોજન જંબુસાર બાયપાસ ચોકડી, ભરૂચ મૂકામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભના પ્રમુખપદે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આર.વી.પટેલ, અતિથી વિશેષ પદે આર.ટી.ઓ. એસ.બી. પટેલ નાયબ પોલીસ અધિકક્ષક એન.ડી. ચૌહાણ, એસ.ટી. ડેપો મેનેજર નાસીર સિંધી, આદમભાઈ પટેલ (આબાદનગરવાળા) વેલ્ફેર હોસ્પિટલના ઉપપ્રમુખ સલીમભાઈ ફાંસીવાલા, ઓર્થોપેડિક સર્જન ડો. સૂકેતુ દવે, રૂષિ દવે, પી.આઈ. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં મુન્શી મનુબરવાલા મેરોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કો-ઓર્ડિનેટર સુલેમાન સાહેબે અને બી.ટી.ઈ. ટ્રસ્ટના ચેરમેન અનીસ પરીખે કાર્યક્રમનો હેતુ સમજાવેલ. મુન્શી મહિલા બી.એડ. કોલેજની તાલીમાર્થી બહેનોએ ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા સંદર્ભે નાટક રજૂ કર્યું હતું. આર.ટી.ઓ. એસ.બી. પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સ્ત્રીઓ અગત્યનો ભાગ ભજવી શકતી હોઈ સ્ત્રીઓએ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સહાયરૂપ થવું જોઈએ. ડો. સૂકેતુએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી મૃત્યુ દર ઘટી શકે છે. વેલ્ફેર હોસ્પિટલના ઉપપ્રમુખ સલીમભાઈ ફાંસીવાલાએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું.

પ્રમુખ સ્થાનેથી આર.વી. પટેલે આજના સમયમાં જ્યાં ટ્રાફિકમાં રોજબરોજ અનેક અકસ્માતો થાય છે ત્યારે દરેક  નાગરિકે ટ્રાફિકના નિયમોથી જાણકાર થવું જરૂરી જ નહીં આવશ્યક છે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના નગર સેવક અને સંસ્થાના એક્ષટર્નલ એફેર્સના ચેરમેન સલીમભાઈ અમદાવાદી, ટ્રસ્ટી નિશાર સાહેબ, ટ્રસ્ટી યુનુસ સાહેબ, એકેડમી કમિટીના ચેરમેન પ્રો. ઉસ્માનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુન્શી મહિલા બી.એડ. કોલેજના આચાર્ય દિપાબહેન ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts