Ahmedabad

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુરીદો અકીદતમંદો બરેલી શરીફ પહોંચ્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૧
વૈશ્વિક સુન્ની ફલકના તાજદાર અને સુન્નિયતના ભારતના કેન્દ્ર બરેલી શરીફના મહાન મુફ્તી તાજુશ્શરિયહ હઝરત અખ્તર રઝા સાહેબ ગતરાત્રે ૭૫ વર્ષની વયે જન્નતનશીન થતાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં વસતા તેમના મુરીદો અને ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. તેમની દફનવિધિ આવતીકાલે રવિવારે સવારે ૧૦ કલાકે બરેલી શરીફમાં કરવાની હોવાથી તેમના મુરીદો ગુજરાતમાંથી ટ્રેન, વિમાન કે ખાનગી વાહનો જે મળે તેમાં બેસી બરેલી શરીફ જવા રવાના થયા છે. પરિણામે વિમાની કંપનીઓએ રાતોરાત વિમાની ભાડામાં બેથી ત્રણ ગણો વધારો ઝીંકી દીધો હતો. સુન્નિયતના કેન્દ્ર મરકઝ બરેલી શરીફના નબીરએ આલા હઝરત અને જાનશીને હુઝુર મુફ્તીએ આઝમ હઝરત તાજુશ્શરિયહ અલ્લામા અખ્તર રઝા અઝહરી ૭૫ વર્ષની વયે શુક્રવારના દિવસે અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. હઝરતે દીનનું શિક્ષણ બરેલી ભારત ખાતે પ્રાપ્ત કર્યા બાદ મિસરની વિશ્વ વિખ્યાત જામે અઝહર યુનિવર્સિટીમાંથી ફારિગ થઈ જગતના તમામ દેશો યુકે, યુએસએ, યુએઈ, સાઉથ આફ્રિકામાં તમામ શહેરોમાં સુન્નિયતની તબલીગ, પ્રચાર, પ્રસાર સાથે સુન્નિયતને ઉજાગર કરવામાં નોંધનીય સેવાઓ પ્રદાન કરી હતી. મિસર યુનિવર્સિટી દ્વારા આપની ઈસ્લામી સેવાઓ અને શિક્ષણને પ્રત્યક્ષ રાખી જગતભરના તેજસ્વી સ્કોલરોને જે રીતે માન-સન્માન આવે છે તે મુજબ ભારતના આ રત્નને ‘ફખ્રે મિસર’ના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આપ એક વિશેષ વ્યક્તિત્વ હોય ભરૂચ જિલ્લાની તમામ સુન્ની વિદ્યાપીઠો, બરકાતે ખ્વાજા આમોદ, નુરે મુહમ્મદી દયાદરા, ગુલશને અજમેર, ભરૂચ, હલદરવા, પાલેજ, ટંકારિયા, નબીપુર, સાંસરોદ સહિત અનેક સ્થળોએ ઈસાલે સવાબ માટે કુર્આનખ્વાની કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં તેમના ઈસાલે સવાબ માટે આવતીકાલે પણ કુર્આનખ્વાની કરવામાં આવશે. દરમિયાન હઝરતની દફનવિધિમાં શરીક થવા રાજ્યભરમાંથી તેમના મુરીદો અને અકીદતમંદો બરેલી શરીફ જવા રવાના થયા હોવાથી વિમાની કંપનીઓએ તકનો ગેરલાભ ઊઠાવી વિમાની ભાડામાં બે ગણો વધારો કરી દીધો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.