તા.રપ
શાહીબાગ મુસાસુહાગ કબ્રસ્તાનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ગુજરાત હાઈકોર્ટના અરજદારો મુન્સફખાન પઠાણ, ઝહીરૂદ્દીન, મુખત્યાર શેખ તેમજ મોહમ્મદખાન ઈજ્જતખાનનાં જણાવ્યા પ્રમાણે આ ગેરકાયદે બાંધકામની કાર્યવાહી હાઈકોર્ટે અટકાવેલ અને તા.૪/૪/ર૦૧૬ના રોજ હાઈકોર્ટે પી.આઈ.એલ. રદ કરી હતી. માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તા.૯/પ/ર૦૧૬ના રોજ અપીલ ડિસમીસ કર્યા બાદ તા.ર૬/૪/ર૦૧૭ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને દબાણ દૂર કરવા અરજી કરી હતી. માટે જ તા.ર૩/૬/ર૦૧૭ના રોજ વકફ બોર્ડે દબાણ કરનારાઓ તેમજ સુન્ની વકફ કમિટી સામે નોટિસ કાઢી છે. આમ તેઓ ન્યાય માટે સતત મહેનત કરી રહ્યા છે. જ્યારે કલીમ સિદ્દીકીએ મુસાસુહાગ કબ્રસ્તાનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તેમજ વકફ કમિટીના જવાબદાર હોદ્દેદારો તેમજ બાંધકામ કરનાર કંપનીની સામે કાયદેસરના કોઈ પગલાં લીધા નથી. ગુજરાત હાઈકોર્ટે ૪/૪/ર૦૧૬ના રોજ અરજી કાઢી નાખી હતી અને તે કામના અરજદારોને ટ્રિબ્યુનલમાં અરજી કરવા જણાવ્યું હતું. તેમજ બાંધકામ સ્થગીત કરવાનો હુકમ પણ કાઢી નાખ્યો હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં અરજદારો ગયા અને ત્યાં પણ પહેલી સુનાવણીમાં તા.૯/પ/ર૦૧૬ના રોજ અપીલ કાઢી નાખી હતી. તો આશરે એક વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરેલ ન હતી અને ત્યાારબાદ ગોકળગાયની ગતિએ કાર્યવાહી થતી હોવાથી ના છૂટકે તેમણે ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલમાં અરજી કરેલ છે. તેમણે વધુમાં જણાવેલ કે બાંધકામની સ્પષ્ટતા તેઓ સુનાવણી વખતે ટ્રિબ્યુનલ સમક્ષ કરશે. વળી તેમણે જણાવ્યું કે હાલની વકફ કમિટીએ કોઈ લીઝ વધાર્યો કે નહીં તેમજ ગેરકાયદેસર બાંધકામ કબ્રસ્તાનની જમીન ઉપર કરેલ તે જમીન લીઝ ઉપર હાલ ચાલુ છે કે નહીં તેની જાત માહિતી હાલ નથી, પરંતુ અરજીની સુનાવણી થશે ત્યારે ચોખવટ કરાવી લેવાશે. સુન્ની વકફ કમિટીના જણાવ્યા પ્રમાણે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંધકામની પરમિશન આપેલ ન હોવાથી બાંધકામની કાર્યવાહી સ્થગિત થયેલ છે.