હાલોલ ડેપોની ર૦ બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરો પરેશાન

(સંવાદદાતા દ્વારા) હાલોલ, તા. ર૩
હાલોલ એસ.ટી.ની વીસ જેટલી બસો આજરોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં મૂકી દેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ બીજી તરફ તહેવારોને ધ્યાનમાં લઈને મુસાફરોની ભારે ભીડ હોય છે તેવામાં ૨૦ બસો કાર્યક્રમમાં ફાળવી દેતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વલસાડ જિલ્લાના જૂજવાં ખાતે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ વિકાસલથી યોજનાના લોકાપર્ણનો કાર્યક્રમ હોઈ કાર્યક્રમમાં આસપાસ ના લોકોને એકઠા કરવા માટે રાજ્યના વિવિધ ડેપો ખાતે એસ.ટી.બસો ફાળવી દેવામાં આવી છે.
હાલોલ એસ.ટી.ડેપો ખાતે ૬૦ એસ.ટી.બસો છે તે શિડયુલ મુજબ ચલાવવામાં આવે છે જેમાંથી ૨૦ બસોને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવતા ગોધરા-સીવીલ, અડાદરા-અમદાવાદ,રતનપુર-અમદાવાદ, પાવાગઢ-માંચિ, ઉદલપુર-ઘોઘંબા ન
નાઈટ, હરકુંડી નાઈટ, ભિલોળા નાઈટ, વીરપુર નાઈટ, સંજેલી નાઈટ, જરોદ, જરોદ-આણંદ, ટીંબા, મોડાસા-સુરત વગેરે સ્થળો માટેની બસો ફાળવી દેવામાં આવતા હાલોલ બસ સ્ટોપ ખાતે મુસાફરો મોટી સંખ્યામાં રઝળી પડ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પણ ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો
ખાનગી વાહન ચાલકો મુસાફરો પાસેથી મનફાવે તેવા ભાડા વસુલ કરાયા હતા એસ.ટી.બસો ફાળવી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks