આ છે પરવેઝ પરવાઝ, જેમની પોલીસ ફરિયાદે યોગી આદિત્યનાથને મુશ્કેલીમાં મૂકી દીધા છે

(એજન્સી) તા.૨૩
૨૭ જાન્યુ.૨૦૦૭ના રોજ જ્યારે તેણે યોગી આદિત્યનાથને એક હિંદુનો બદલો લેવા માટે ૧૦ મુસ્લિમોનું લોહી વહેડાવવાની જાહેરાત કરતું ભડકાઉ ભાષણ સાંભળ્યું હતું ત્યારે પરવેઝ પરવાઝે તેમનું આ ભડકાઉ ભાષણ રેકોર્ડ કરી લીધું હતું અને આ સ્થાનિક રિપોર્ટર પરવેઝ પરવાઝે તેમજ વકીલ અસાદ હયાતે યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરીને તેમના પર પાછળથી ભડકી ઊઠેલ કોમી હિંસાને ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. યોગી આદિત્યનાથે ગોરખપુરમાં રેલવે સ્ટેશનના દરવાજા નજીક આવું ભડકાઉ ભાષણ આપ્યું હતું. પરવેઝ પરવાઝ આ ઘટનાને યાદ કરતા જણાવે છે કે હું એ વખતે ડરી ગયો હતો અને મારે પત્રકાર તરીકેનું હું મારુ એસાઇનમેન્ટ પૂરુ કરવા માગતો હતો. આજે પણ ૧૧ વર્ષ પછી મને ડર લાગી રહ્યો છે. હું એક વાત માનું છું કે હજુ પણ મારી સાથે ગમે ત્યારે કંઇ પણ થઇ શકે છે. ત્યારબાદ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટના આદેશ પર ૨૦૦૮માં યોગી આદિત્યનાથ વિરુદ્ધ ગોરખપુરના કેન્ટોન્મેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એફઆઇઆરમાં ફરિયાદી પરવેઝ પરવાઝે આ કેસના સાક્ષી અને વકીલ અસદ હયાત સાથે ૨૦૦૮માં અલ્હાબાદ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ અરજદાર પરવેઝે હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમના દ્વારો ખટખટાવ્યા હતા અને સુપ્રીમકોર્ટે હવે યોગી આદિત્યનાથ વિરુદ્ધ યુપી સરકારને નોટિસ જારી કરીને ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે. ગત સપ્તાહે મુઝફ્ફરનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ રાજીવ શર્માએ પણ યોગી આદિત્યનાથ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ કેસ પાછો ખેંચી લેવા માટે વહીવટી કારણોસર વિરોધ કર્યો હતો. આ અંગે વાત કરતા પરવેઝ જણાવે છે કે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે સીએમના આદેશનો અનાદર કર્યો નથી પરંતુ તેમણે કાયદાના નિયમ મુજબ જણાવ્યું છે કે આ કેસો પાછા ખેંચી શકાય નહીં. દેશનું ભાવિ પણ કાયદાના શાસન પર આધારીત હોય છે. પરવેઝ આ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને પણ જવાબદાર ગણાવતા જણાવે છે કે જો અખિલેશ યાદવે કાનૂની કાર્યવાહી માટે મંજૂરી આપી હોત તો આરોપી આદિત્યનાથ અત્યારે જેલમાં કે બેલ પર હોત. આજે આપણે ત્યાં મોબ લિંચિગની ઘટનાઓ બની રહી છે તે બનવા પામત નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks