(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૧
અમેરિકામાં રહેતા એક મુસ્લિમ ડોક્ટર દંપતિએ ઈન્ડિયાના રાજ્યમાં સ્થાપિત નોટરડેમ કેથોલિક વિશ્વવિદ્યાલયને ધાર્મિક સદ્ભાવ માટે દોઢ કરોડ ડોલરનું દાન આપ્યું છે.જેનાથી વિશ્વવિદ્યાલયમાં તેમના નામે એક પદની સ્થાપના કરવામાં આવશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર નોટકડેમ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રપતિ જોન જેક્સે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે અંસારી પરિવાર તરફથી આ એક મોટો ઉપહાર છે તથા મુસ્લિમ પરિવાર તરફથી આટલી મોટી રકમનો ઉપહાર મળવો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે અમારા વિશ્વમાં ધર્મનું ખૂબ જ મહત્વ છે તેનો નકારાત્મક પ્રભાવ પણ થઈ શકે છે. પરંતુ આપણે આ વિશે અધ્યયન કરવું જોઈએ કે તે કેવી રીતે ધર્મ, માનવવિકાસ અને શાંતિને પ્રોત્સાહન આપનાર સ્ત્રોત બની શકે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા ડોક્ટર રાફત અને ઝોરીન અંસાારી આશરે ચાર દશક પહેલાં અમેરિકા આવીને વસ્યા હતા. કલ્યાણ અને ધર્માર્થે પ્રવૃત્તિઓમાં તેમની રૂચિને કારણે તેમને સાઉથ બેન્ડના ક્ષેત્રમાં સન્માનની નજરે જોવામાં આવે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર પોતાની સૌથી નાની પુત્રી સોનિયાની માનસિક વિકલાંગતા બાદ તેમણે માનસિક વિકલાંગ બાળકોની સારસંભાળ અને સારવાર સાથે સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે પ્રવૃત્તિઓ પર અત્યારસુધી તેઓ દસલાખ ડોલરથી વધુ પૈસા અને પોતાના હજારો કલાકો ખર્ચી ચૂક્યા છે.
ઝોરીન અંસારી પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે અમે અહીં પ્રવાસી તરીકે આવ્યા હતા. આ દેશ અમને ઘણું આપ્યું છે. અમે અમેરિકાને કંઈક પાછું આપવા ઈચ્છીએ છીએ. અમે વિચાર્યું કે અમારે સમાનતા અને સન્માનને પ્રોત્સાહિત કરવા માટે કામ કરવું જોઈએ. થોડા દિવસ અગાઉ સાઉથ બેન્ડમાં સ્થાપિત એક કેથોલિક વિશ્વવિદ્યાલય નોટરડેમમાં ધર્મોની સારી સમજના અધ્યયન અને શોધ માટે તેમણે દોઢ કરોડ ડોલરના દાનની ઘોષણા કરી હતી.