(એજન્સી) કરાંચી, તા.૧૭
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ પાકિસ્તાન મુસ્લિમલ લીગ નવાઝ (પીએમઆઈ-એન)- દ્વારા હાલના ચૂંટણી જંગમાં મરિયમ નવાઝ શરીફના પુત્ર જુનેદ સફદરને આગળ ધપાવવા વિચારી રહી છે. સફદર યુકેની યુનિ.ના પોલિટીકલ સાયન્સ વિભાગનો વિદ્યાર્થી છે. જે સોમવારે પાકિસ્તાન પહોંચ્યો હતો. તે દાદા નવાઝ શરીફને અને માતા મરિયમ નવાઝ શરીફને રાવલપિંડી ખાતે આદિયાલ જેલમાં મુલાકાત કરશે તેવી અપેક્ષા રખાય છે. નવાઝ શરીફ, કેપ્ટન સફદ અનાન અને માતા મરિયમ ત્રણે જેલમાં છે. ત્રણેની ભ્રષ્ટાચારના આરોપ બાદ કોર્ટે સજા કર્યા પછી ધરપકડ કરાઈ હતી. મરિયમના લંડનમાં ભ્રષ્ટાચાર કરી ૪ વૈભવી ફલેટોની માલિકીના મુદ્દે ત્રણેયને સજા કરાઈ હતી. ડોન અખબારના જણાવ્યા અનુસાર પૌત્ર સફદર જેલની મુલાકાત લે કે ન લે પરંતુ કેટલાક મત વિસ્તારોમાં ચૂંટણી સભાઓને સંબોધશે તેવું લાગે છે. પક્ષના ઉમેદવારો તેને સભા માટે આમંત્રણ આપશે. લાહોરમાં તે એક રેલીને સંબોધે તેવી શક્યતા છે. આ ઉપરાંત નવાઝ શરીફ અને મરિયમ નવાઝના ઓડિયો સંદેશાઓ પણ ચૂંટણીમાં મતદારો સુધી પહોંચાડવાની યોજના છે. એક ઓડિયો મેસેજ રિલીઝ થઈ ચૂકયો છે.