મુસ્લિમ મહિલાઓની લાગણી દુભાવનાર ડીડીઓને સસ્પેન્ડ કરવાની માગણી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ દ્વારા ફેસબુક ઉપર વિવાદાસ્પદ પોસ્ટ અપડેટ કરતા મુસ્લિમ મહિલાઓની લાગણી દુભાઈ હતી. આજે બપોર બાદ મહિલાઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિત ડીડીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરશે.
આ પોસ્ટમાં વપરાયેલ વિધવા શબ્દ મુદ્દે હિન્દુ સંગઠનોની ચુપકિદી શું સુચવી જાય છે.કારણે કે વિધવા શબ્દ હિન્દુઓમાં એક અપશુકનિયાળ તરીકેની માનસિકતા ધરાવે છે.
સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયક દ્વારા ગત શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ દ્વારા ફેસબુક ઉપર રાજકીય પક્ષને લગતી વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી. તલાક જેડીયુ ઔર આરજેડી મેં હુઆ કિન્તુ વિધવા કોગ્રેસ હો ગઈ’’ આ પોસ્ટ એક આઈએએસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મામલો છંછેડાયો હતો.ડીડીઓ દ્વારા જે પોસ્ટ શેર કરી હતી. તેમાં તલાક શબ્દનો ઉપયોગ કરવાથી મુસ્લિમ સમાજની મહિલાઓની લાગણી દુભાઈ હતી. ઓલપાડ વિસ્તારની મુસ્લિમ મહિલાઓ બપોર બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને તાત્કાલિત અસરથી ડીડીઓ કે. રાજેશને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks