મુસ્લિમ પરિવારે પાડોશમાં રહેતા ૪ અનાથ હિન્દુ બાળકોને દત્તક લીધા

(એજન્સી) લેવદોરા,તા.ર૮
દક્ષિણ કાશ્મીરના લેવદોરામાં સદભાવના અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અહીં એક મુસ્લિમ પરિવારે પાડોશમાં રહેતા ૪ અનાથ હિન્દુ બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ બાળકોની ૪૦ વર્ષીય મા-બેબી કોલનું શનિવારે નિધન થયું હતું. તેના એક વર્ષ પહેલાં તેના પતિનું પણ નિધન થઈ ગયું હતું. તેઓ વ્યવસાયે કોન્ટ્રાકટર હતા અને લાંબા સમયથી ડાયાબિટીસથી પીડાતા હતા. કોલના નિધન બાદ તેમની ૧પ અને ૧૬ વર્ષની પુત્રીઓની સાથે સાથે ૧પ અને ૭ વર્ષના પુત્ર અનાથ થઈ ગયા હતા. તેમની પાસે માથું ઢાંકવા માટે એક છત સિવાય બીજુ કંઈ પણ બચ્યું નથી.
કોલને સરકારે એડહોક પર એક બેન્કમાં નોકરી આપી હતી, જેનાથી તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. પરંતુ, નોકરી મળ્યાના ત્રણ મહિના બાદ જ તેનું નિધન થઈ ગયું. ઓછી ઉંમરના બાળકો પર દુઃખોનો પહાડ તૂટી પડયો છે. એવામાં ગ્રામજનોએ તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો. કાશ્મીરની આ કહાની ત્યાંની સદીઓ જૂની હિન્દુ-મુસ્લિમ એકતાની પણ પુષ્ટિ કરે છે, જેનું એક સમયે ઉદાહરણ આપવામાં આવતું હતું. કોલના અંતિમ સંસ્કારમાં સેંકડો લોકો સામેલ થયા. ઓછી ઉંમરના તેમના પુત્રએ સંપૂર્ણ હિન્દુ રીવાજ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કર્યા. તેના માટે ગ્રામજનોને ફોન પર હિન્દુ ધર્મના લોકો પાસેથી સંપૂર્ણ જાણકારી મેળવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks