National

રાહુલ ગાંધીની ‘‘મુસ્લિમ પાર્ટી’’વાળી ટિપ્પણી એક જ જણે સાંભળી કે જે પત્રકાર હતો અને એય પાછો ત્યાં હાજર પણ ન હતો

(એજન્સી) તા.૨૦
૧૧ જુલાઇના રોજ મુસ્લિમ બુદ્ધિજીવીઓનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસે તેમને મળવા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળના એક સભ્ય એડવોકેટ ઝેડ.કે.ફૈૈઝાનના જણાવ્યાનુસાર આ એક ઔપચારિક મુલાકાત હતી અને તેનો કોઈ એજન્ડા પણ તૈયાર કરાયો ન હતો. આ બેઠકના એક દિવસ પહેલા. મને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી આમંત્રણ મળ્યું કે મારે પણ આ બેઠકમાં હાજર રહેવાનું છે. આ એક ઔપચારિક બેઠક છે અને તે બે કલાક ચાલી હતી. અમે આ બેઠકમાં મુસ્લિમો સંબંધિત ચિંતાજનક વિષયો પર ચર્ચા કરી હતી. આ માહિતી ફૈજાને ધી વાયરને ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી. જોકે ભાજપે આ બેઠકને લઘુમતીઓના સંતોષ માટેની રાજનીતિનું ઉદાહરણ ગણાવી હતી. ઈન્કલાબ ડેલીએ જણાવ્યુંં હતું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હા કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. જોકે આ રિપોર્ટ પર જ આધાર રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીમાં ગત અઠવાડિયે આયોજિત એક બેઠકમાં રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો અને કોંગ્રેસે આ અહેવાલને નકારી દીધા હતા. ધી વાયરે આ મામલે રાહુલ ગાંધી અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં હાજર રહેનારા તમામ લોકોનો સંપર્ક કર્યો હતો અને આ તમામ લોકોએ નકારી દીધું હતું કે ઈન્કલાબ જે પણ કહે છે કે તે ખોટું છે અને રાહુલ ગાંધીએ આવી કોઈ ટિપ્પણી કરી જ ન હતી. ભાજપ ખોટો આરોપ મૂકે છે. જોકે એક અન્ય વ્યક્તિ જેણે આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે રાહુલે કંઈક એમ કહ્યું હતું કે… દાયકાઓથી મુસ્લિમ લઘુમતીઓ માટે કોંગ્રેસ પાર્ટી કુદરતી સેક્યુલર રાજકીય વિકલ્પ હતી પણ હવે વિચારધારા બદલાઈ છે અને કોંગ્રેસ હવે બધા ધર્મોને સાથે લઈને ચાલવામાં માને છે. ખાસ કરીને લઘુમતી વોટને. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આજે પણ નબળા સમુદાયોની પાર્ટી છે. જોકે તેની ધાર્મિક આધારે તુલના કે સાંકળવી ના જોઈએ. કોંગ્રેસ પાર્ટી ભારતીય નાગરિકોની જ પાર્ટી છે. આ મુસ્લિમો માટેની પાર્ટી પણ છે, દલિતો માટેની પણ છે અને તમામ આદિવાસીઓની તથા મહિલાઓનું વિચારતી પાર્ટી પણ છે. જોકે ઈન્કલાબના અહેવાલને આધારે જ આ વિવાદ સર્જવામાં આવ્યો હતો. જોકે દૈનિક જાગરણ દ્વારા છપાતું ઈન્કલાબ અખબારમાં છપાયું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. આ મામલે નિર્માલા સીતારમણે કહ્યું હતું કે કોંગ્રેસ એક ઘાતક ગેમ રમી રહી છે. તે કોમી ભાગલા પાડવા માગે છે. મુમતાઝ આલમ રઝવી દ્વારા આ સમાચાર પ્રકાશિત કરાયા હતા. તેમણે કહ્યું કે રાહુલે મુસ્લિમના સંતોષની વાતને નકારતાં કહ્યું હતું કે હાં કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે કેમ કે દેશનો મુસ્લિમ નબળો છે અને કોંગ્રેસ હંમેશા નબળા લોકોની પડખે ઊભી રહી છે. જોકે રાહુલ સાથેની બેઠકમાં એજ્યુકેશનાલિસ્ટ ઈલ્યાસ મલિક, ઝેડ કે ફૈઝાન, ફારુક નકવી, પ્રો. ઇરફાન હબીબ પણ હાજર રહ્યા હતા. તમામનું ધ્યાન ઈન્કલાબની હેડલાઇન પર ગયું હતું પણ સાથે જ મોદીનું પણ ધ્યાન ગયું હતું. જોકે ઈન્ડિયન એક્સપ્રેસે કહ્યું હતું કે ઈન્કલાબના રિપોર્ટરે કોઈ સૂત્ર વિશે માહિતી આપી ન હતી. તેની સ્ટોરી કંઈક એ પ્રમાણે લખાઈ હતી કે જાણે તે ઘટનાસ્થળે હાજર હતો. ધી વાયરે આ પત્રકારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કોઈ ટિપ્પણી ના કરી. તેમણે કહ્યું કે મુમતાઝ હાજર નથી. પણ અમે આ સ્ટોરીને ટેકો આપીએ છીએ. અમારી સ્ટોરીમાં કોઈ તકલીફ નથી પણ તેના ભાષાંતરમાં તકલીફ છે. અન્સારી કહ્યું કે વરિષ્ઠ પત્રકાર અને એડીટર ઈન ચીફ નઇ દુનિયા દ્વારા જે ટિ્‌વટ કરાયું તેનું ખોટું ભાષાતંર કરાયું હતું. જોકે બેઠકમાં હાજર રહેલા ચારે મુસ્લિમ બુદ્ધીજીવીઓએ પણ કહ્યું હતું કે તેમણે આ બેઠક વિશે કોઈની સાથે ચર્ચા કરી ન હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.