મુસ્લિમ પશુ વેપારીની અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી

(એજન્સી) દારાંગ,તા.૨૧
શનિવારે દારાંગ જિલ્લાના મંગલદાઇ પોલીસસ્ટેશન હેઠળ આવતા વિસ્તાર ઓકાચોકા નજીક એક અજાણ્યા શખ્સે ૩૫ વર્ષીય મુસ્લિમ પશુ વેપારીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. મૃતક જિલ્લાના કાલિયાપરા ગામનો રહેવાસી હતો અને તેની ઓળખ મુખ્તાર અલી તરીકે થઇ છે. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ ઊભું થતાં ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બે બાઇક પર સવાર બે અજાણ્યા બંદૂકધારીઓએ પશુ વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી અને ઘટના બાદ તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટનાના સાક્ષીએ જણાવ્યું કે મૃતક જ્યારે જનારામ ચોક વિસ્તારમાં પત્તા રમી રહ્યો હતો ત્યારે નાગાંવનો રહેવાસી ભાર્ગવ જ્યોતિ શર્મા તેને પોતાની બાઇક પર ઓલાચોકરા ખાતે લઇ ગયો. જો કે ભાર્ગવ જ્યોતિ શર્માએ આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું કે કાલિયાપરા ખાતે મુખ્તારે તેને વિનંતી કરતાં તે તેને પોતાની બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. પોલીસે શર્માની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks