(એજન્સી) તા.૧૯
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા પાછળનો ઉદ્દેશ સમજવો મુશ્કેલ નથી. ભાજપની સરકારો એ બધા જ નામોથી છૂટકારો મેળવવા ઈચ્છે છે જેમનો સંબંધ ઈસ્લામ સાથે છે. આ જ વિચારધારા હેઠળ થોડા સમય પહેલા મુગલસરાય જંકશનનું નામ બદલવામાં આવ્યું હતું. હવે અલ્હાબાદનું નામ એટલા માટે બદલવામાં આવ્યું છે કે આ નામ મોગલ બાદશાહ અકબરે આપેલા નામનું બદલાયેલ સ્વરૂપ છે. પરંતુ ભાજપ પ્રત્યક્ષ રીતે આ વાત સ્વીકારતી નથી. તેની દલીલ છે કે તે શહેરોના મૂળ અને પ્રાચીન નામને ફરીથી સ્થાપિત કરવા માંગે છે. પરંતુ વાસ્તવિકતા છે કે ભારતમાં ઘણાં શહેરોના એકાધિક નામ છે. હવે પ્રશ્ન એ છે કે જે શહેરોના નામ બદલી નાખવામાં આવ્યા ત્યાં પરિસ્થિતિ સુધરી ગઈ ? શું ગુડગાંવનું નામ બદલીને ગુરૂગ્રામ કરવાથી તે મહિલાઓ માટે સુરક્ષિત બની ગયું ? શહેરોના નામ પર થતી રાજનીતિ બંધ થવી જોઈએ.