આધુનિક ચિકિત્સામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બ્રિટિશ એશિયાઈ મુસ્લિમ તબીબને બ્રિટન ભૂલી ગયું

(એજન્સી) લંડન, તા.૧૭
એક ઓનલાઈન પોર્ટલ દ્વારા આધુનિક દવાઓના વિશ્વની કાયાપલટ કરનાર બ્રિટિશ એશિયાઈ મુસ્લિમ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડના બ્રાઈટનના ૧૯મી સદીના ડોક્ટર ફ્રેડરિક અકબર મોહંમદનું આધુનિક ચિકિત્સામાં મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેમણે નેફ્રાઈટિર કિડની પર સોજા અને લોહીના ઊંચા દબાણની શોધ બાદ તેને ધીમું કરી માનવજીવનના ગાળાને વધારી શકાય તેવા ઉપાયો આપ્યા હતા. આ બાદ જ બ્રિટિશ મેડિકલ એસોસિએશનની સામૂહિક તપાસની શરૂઆત થઈ; પરંતુ બ્રિટન તેમના યોગદાનને ભૂલી ગયું છે. તેમના પરિવારને પોતાની મુસ્લિમ અટક બદલવાની ફરજ પડી હતી. અકબર મોહંમદે ર૦ વર્ષની ઉંમરથી જ હોસ્પિટલમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. તેમણે સાબિત કર્યું કે, સ્વસ્થ વ્યક્તિઓમાં લોહીનું ઊંચું દબાણ હોઈ શકે છે. તેમણે લોહી સંક્રમણને લગતી વિવિધ બીમારીઓના ઈલાજ શોધવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કમનસીબે ડો.અકબર મોહંમદનું મૃત્યુ માત્ર ૩પ વર્ષની ઉંમરે વર્ષ ૧૮૮૪માં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુને મેડિકલ પ્રેસ અને બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન ગણાવવામાં આવ્યું હતું. ડો.અકબરે પોતાના ક્ષેત્રમાં નોંધનીય પ્રતિષ્ઠા મેળવી હોવા છતાં પણ તેમણે પરંપરાગત વંશવાદ અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો હતો. તેમના પુત્ર આકિબાડ ડીન પણ તબીબ બન્યા અને અનેક મુખ્ય હોસ્પિટલોમાં ફરજ બજાવી પણ તેમને પણ પોતાના પરંપરાગત નામનો ત્યાગ કરવાની ફરજ પડી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks