ઈઝરાયલ : મુસ્લિમને પ્રેમ કરનાર પુત્રીની હત્યા

(એજન્સી) જેરૂસલેમ, તા. ૧૯
ઈઝરાયલમાં ૧૭ વર્ષીય હેનરીત્તે કરા નામની છોકરીએ પોતાના હાઈસ્કૂલના અભ્યાસ બાદ તરત જ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અંગીકાર કરી લેવાનો નિર્ણય કર્યો અને કરી પણ લીધો. પરંતુ આરબ મૂળની ઈઝરાઈલી કરાને ખબર હતી કે સેન્ટ્રલ ઈઝરાઈલના રામલે શહેરમાં વસતાં તેના ખ્રિસ્તી પરિવાર આ નિર્ણય ને કારણે ખફા થવાનો છે. કારણ કે જ્યારે કરા મુસ્લિમ યુવક સાથે પ્રેમસંબંધમાં હતી ત્યારે જ તેના પરિવારે કરાને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે તેનો આ પ્રેમસંબંધ પરિવાર માટે એક શરમજનક વાત છે. ૧૩ જુનના રોજ કરાએ તેના એક સંબંધીને આ પ્રેમસંબંધની વાત કરી હતી. ત્યાર બાદ આ સંબંધીએ કરાના પિતાને આ વાતની જાણ કરી હતી. આરોપ છે કે તેના પિતાએ કરાની મારઝૂડ કરી હતી અને તે આ સંબંધ તોડી નાખવાનું જણાવ્યું હતું તેમ ઈઝરાઈલના એક અખબારમાં જણાવાયું હતું. તેમ છતાં પણ કારા એ પ્રેમસંબંધનો અંત ન લાવવાના તેની હત્યા કરી નાખી હતી. પોલીસે તેના પિતાની સામે ખૂનકેસ દાખલ કર્યો હતો. રામલે શહેરમાં આ પહેલા પણ આવી ૧૫ હત્યાઓ થઈ ચૂકી છે. પરંતુ સૌથી દુખદ વાત એ છે કે મોતના ફક્ત એક અઠવાડિયા પહેલા કરા પોલીસ સ્ટેશનમાં હતી. પોલીસે એવું કહ્યું કે પિતાએ કરાની હત્યા કરી હતી. કારણ કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હતી. અને તેના પિતા આ વાતે તેનાથી નારાજ હતા. કરાએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાનો પણ નિર્ણય કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks