(એજન્સી) રાંચી, તા.રર
ગૌરક્ષાના નામે અત્યાર સુધી મુસ્લિમો અને દલિતો સાથે જ મારપીટ થતી હતી પરંતુ હવે ઝારખંડના આદિવાસીઓ પણ ગૌરક્ષકોનો શિકાર બની રહ્યા છે. રાંચીથી લગભગ ૪૦ કિલોમીટર દૂર જિલ્લાના નારો ગામમાં એક અલમા ખલકો નામ આદિવાસીને બજરંગ દળના કાર્યકર્તાઓએ ઘરમાં ગૌમાંસ રાંધ્યું હોવાનું આરોપ મૂકી માર માર્યો હતો. અલમા ખલકો એક સામાન્ય મજૂર છે. અલમા ખલકોએ જણાવ્યા મુજબ તેણી ગામના મજૂરોને જાગૃત કરવાનું કામ કરી છે અને તે વાત ગામના મોટા લોકોને ખૂંચ છે તેમને વિવિધ પ્રકારે ધમકીઓ મળી રહી છે. ખલકોએ ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, “આ વર્ષે ર૪ ઓગસ્ટના રોજ ગામમાં બજરંગ દળના લોકોએ મારા ઘરને ઘેરી લીધું અને મારા પતિ સાથે મારપીટ કરી તેમજ મને મારી નાંખવાની ધમકી આપી. તેમણે મારા પર જૂઠો આરોપ મૂક્યો કે હું ગૌમાંસનો વ્યાપાર કરું છું. મેં આ મુદ્દે જ્યારે પોલીસને ફરિયાદ કરી ત્યારે પોલીસ કર્મીએ મારા ઉપર જ દોષારોપણ કર્યું.’’ ૮ ડિસેમ્બરના રોજ જ્યારે અલમા ખલકોને માર મારવામાં આવ્યો ત્યારે ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહીં અલમાનો આરોપ છે કે, બજરંગદળના લોકો ઈચ્છે છે કે, અમે મજૂરો ગામ છોડી દઈએ જેથી તે અમારી આદિવાસીઓની જમીન પર કબજો કરી શકે. નારો એ જ ગામ છે. જ્યાં વર્ષ ર૦૧પમાં નવેમ્બર મહિનાના ૪૮ વર્ષીય સઈદ અન્સારીને ગોળી મારી ૮.૭પ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. અલમા ખલકોની સાથે જે થયું તે ઝારખંડમાં પહેલીવાર નથી થયું. આ પહેલાં ગઢવા જિલ્લાના બરકોલ ગામમાં ડઝનેક આદિવાસીઓની મારપીટ કરવામાં આવી હતી. જેમાં ૪૦ વર્ષના રમેશ મિંજનું મોત નિપજ્યું હતું. આ ઘટના ૧૯ ઓગસ્ટની રાત્રે બની હતી. આ ઘટનાનું વિસ્તૃત વિશ્લેષણ કરનાર સુનિલ મિંજ રાંચીમાં નેશનલ કેમ્પેઈન ઓન દલિત હ્યુમન રાઈટ્સ સામે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, ગામના જ એક વ્યક્તિએ એક હજાર રૂપિયામાં પોતાના વૃદ્ધને બળદને ખ્રિસ્તી આદિવાસીને વેચ્યો હતો. વેચનાર ઘણી સ્પષ્ટ રીતે જાણતાં હતા કે ખ્રિસ્તી આદિવાસીઓ વૃદ્ધ પશુઓને ખરીદી તેમની સાથે શું કરે છે. જ્યારે આદિવાસીઓએ બળદને મારી નાંખ્યો ત્યારે ગ્રામીણોએ ગામમાં રહેતા ૬ આદિવાસી પરિવારો પર હુમલો કર્યો. તેમણે મહિલાઓ-પુરૂષો તમામને માર માર્યો ૮-૧૦ વર્ષની બાળાઓ પર પણ જુલ્મ ગુજારવામાં આવ્યા. આ હુમલા દરમ્યાન ગ્રામીણોએ નજીકના જ ગામના રમેશ મિંજને પણ પોતાના કબજામાં લઈ લીધા અને તેમની ખૂબ મારપીટ કરવામાં આવી. તેઓ મોટરસાઈકલ પર માંસ લઈ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ સામાજિક તત્ત્વોએ ન માત્ર આદિવાસીઓની ધોલાઈ કર પરંતુ તેમણે ૧૦ ખ્રિસ્તી ઈજાગ્રસ્ત પુરૂષોને પોલીસને હવાલે કર્યા. પોલીસે બળદનું પૂછડું લાવી તેની સાથે આદિવાસીઓનો ફોટો પાડ્યો અને તેમની સારવાર કરાવ્યા વગર જ તેમને કેદ કર્યા. તેથી રમેશ મિંજનું મૃત્યું થયું. રમેશના મૃત્યુ બાદ પોલીસે તેમની પત્નીના નિવેદનના આધારે અજાણ્યા શખસો વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી હતી. સરકારે રમેશ મિંજની પત્નીને ર૦ હજાર રૂપિયાનો ચેક, પાંચ હજાર રૂપિયા રોકડ અને ૩પ કિલો રાશન વળતર રૂપે આપ્યું હતું. તેમજ વિધવા પેન્શન આપવાનું આશ્વાસન આપ્યંુ હતું. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં રમેશ મિંજની પત્ની અનીતા-મિંજે જણાવ્યું કે, “સરકારે જેટલા વાયદાઓ કર્યા હતા તેમાંથી એક પણ પૂરા નથી થયા. પોલીસ અપરાધીઓને બચાવવાનું કામ કરી રહી છે” તેમણે જણાવ્યું કે, પોલીસે માત્ર દેખાડવા ખાતર આ મુદ્દે ૯ લોકોની ધરપકડ કરી છે પરંતુ જેમણે આ ઘટનાને અંજામ આપ્યો તે જાહેરમાં ફરી રહ્યા છે. પોલીસ તેમનું કઈ બગાડી શકતી નથી. કારણ કે તેમનો સંબંધો મોદીના પક્ષ સાથે છે. રમેશ મિંજની પત્ની અનિતા મિંજ હજી પણ આઘાતમાં છે. ઘટનાના દિવસે જ તેઓ સવારે છત્તીસગઢથી આવ્યા હતા અને ર૦૦ રૂપિયા લઈ ઘરેથી ખેતરમાં નાખવા માટે ખાતર લેવા ગયા હતા અને હું પણ જંગલમાં લાકડા લેવા જતી રહી. સાંજે જ્યારે હું પરત ફરી ત્યારે તે હજુુ આવ્યા નહતા. બીજા દિવસે સમાચાર મળ્યા કે તેમની પ્રતિબંધિત માંસ લઈને આવવા બદલ લોકોએ મારપીટ કરી છે. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમને જમાડ્યા પરંતુ તે એક જ રોટલી ખાઈ શક્યા ત્યારે તેમના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમના હાથની આંગળી અને ગરદન તૂટી ગયા હતા. ત્યારબાદ પોલીસ તેમને ગઢવા લઈ ગઈ. રર ઓગસ્ટના રોજ પોલીસે સમાચાર મોકલ્યા કે, મારા પતિને સેવાની જરૂર છે તેથી ગઢવા બોલાવ્યા છે. જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમની લાશ મળી. નોંધનીય છે કે, આ પરિવારમાં માત્ર રમેશ મિંજ જ આજીવિકા રળનાર હતા. તેમના મૃત્યુ બાદ તેમની પુત્રી સુપ્રિયા મિંજ (૧૬ વર્ષ) પુત્ર રૂપેશ મિંજ (૧ર વર્ષ), પુત્રી નેહા મિંજ (૧૦ વર્ષ) પુત્ર રવિકાંત મિંજ (૩ વર્ષ)ના ભરણપોષણની સમસ્યા ઊભી થઈ છે. ઘરમાં માત્ર અનીતા મિંજ પુખ્ત છે. અનીતાનો આરોપ છે કે, રમેશનો મોબાઈલ તો મળી ગયો છે, પરંતુ તેમાં જોડાયેલ સિમ અને મેમરીકાર્ડ પરત નથી મળ્યા. સરકાર અને પ્રશાસન ગરીબોનું સાંભળતી જ નથી. તે તેમને સાંભળે છે જે તેમને પૈસા ખવડાવે છે.
(સૌ.ઃ ટુ સર્કલ.ઈન)