મુસ્લિમો-દલિતો-આદિવાસીઓ તથા કચડાયેલા વર્ગોના બંધારણીય અધિકારો, સન્માનસહ સુલભ કરાવવા કલેક્ટરને આવેદન

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
જમીઅતે ઉલમાએ હિન્દે દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ તથા કચડાયેલા વર્ગોના બંધારણીય અધિકારો, સન્માન અને સન્માનસહ સુલભ કરાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી વિવિધ માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતના મહાન બંધારણે નાગરિકોને ૬ મૂળભૂત અધિકારો બક્ષેલા છે. સમાનતા (સમાન હક્ક અને તક), સ્વતંત્રતા (વાણી, વિકાસ અને જીવન જીવવાની), શોષણ સામે રક્ષણ, પસંદગીના ધર્મના પાલન, શિક્ષણ મેળવવાનો અને સ્વમાનભેર જીવન જીવાનો અધિકાર છે. જે ગૌરવપ્રદ અને સરાહનીય છે. પણ આદર્શથી વિપરીત દેશની શાસન અને વહીવટની વાસ્તવિકતા નિરાશાજનક છે. દેશની આઝાદી માટે બેસુમાર બલિદાનો આપનાર સર્વસ્વ કુરબારી આપનાર મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ, શીખો સાથે ૭૦ વર્ષથી સતત અન્યાય અને ઉપેક્ષિત વર્તન વ્યવહાર કરીને કચડાયેલા અસંગઠીત સમુદાયોને બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારો, નાગરિક અધિકારો અને માનવાધિકારોથી પણ વંચિત રાખી શોષણ, ભેદભાવ અને તિરસ્કૃત રખાયા છે. જે તંદુરસ્ત લોકશાહી રાષ્ટદ્ર માટે ભયજનક અને શરમજનક છે. લઘુમતિ, દલિત, આદિવાસી, ગરીબ મજૂર વિસ્તારોને જ વિકાસથી વંચિત રાખીને આવશ્યક સેવાઓ, રસ્તા, ગટર, વિજળી, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યથી ઈરાદાપૂર્વક વંચિત રાખી શોષણ કરાયું છે. આ સેવાઓ તેમને તેમના સુધી પહોચાડાતી નથી જે અન્યાય અને ઉપેક્ષા છે. આપને શોષણ, ભેદભાવ અને અસમાનતા નાબૂદ કરવા અમારા અવાજને રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોચાડી ન્યાય, સમાનતા અને બંધારણીય અધિકારો અપાવા દેશની લોકશાહીને જીવંત સક્ષમ અને સફળ બનાવવાની જમીઅતે ઉલેમા ગુજરાતની અને શોષિત પીડિત સમાજની અપીલ છે.
લઘુમતિ, મુસ્લિમો, દલિતો, આદિવાસી અને ગરીબોના વિસ્તારોમાં શિક્ષણની પ્રાથમિકથી ઉચ્ચ તાલીમની પાયાની સવલતો વિકસાવવી અને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવો. સમ્માનજનક નોકરી અને રોજગાર પૂરા પાડવા. આરટીઈનો લાભ ખરેખરા ગરીબોને જ અપાય એની તકેદારી રાખી ખાત્રી કરવી. ખેતીની રાષ્ટ્રીય ઉદ્યોગ જાહેર કરી કિસાનોને આપઘાત કરવા મજબૂર કરતી વાસ્તવિકતા સમજી સ્વામિનાથન સમિતિની તમામ ભલામણો પર સત્વરે અમલ કરવો. દેશમાં લોકશાહીને જીવંત રાખવા તમામ વિકસીત દેશોએ પ્રતિબંધિત કરેલ ઈવીએમ-વીવીપીએટી મશીનોથી મતદાન રદ કરી રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી તથા પંચાયતોની ચૂંટણીઓ મતપત્રકોથી જ યોજવા ખાસ વિનંતી છે. હાલ રાષ્ટ્રભરમાં પ્રસરાવેલ કન્ફેદરેલી મુવમેન્ટ (સંઘવાદ)થી ઉપસ્થિત થયેલ ગૃહયુધ્ધ જેવી ભયજનક પરિસ્થિતિનું નિવારણ કરવા તમામ ધર્મો, વર્ગો વચ્ચે સાંપ્રદાયિક સદભાવના વધારતા કાર્યક્રમો કરવા. રાઈટુ ટુ પ્રાઈવસી કલમ-૨૧ અન્વયે બંધારણના મૂળભૂત અધિકારમાં સમાવાયેલ છે. દેશના તમામ નાગરિકોને મરજી મુજબ જીવન જીવવાનો, ધર્મ પાલન કરવાનો, શિક્ષણ મેળવવાનો મૌલિક અધિકાર છે. તેનું રક્ષણ કરવા સરકાર અને નાગરિકોના બહુમતિ પ્રજાના ગરીબોના હિતો અને હક્કોનો તકરાવ નિવારી સંતુલન સમતોલન જાળવવા કોણે શું ખાવું, શું પહેરવું, કઈ ધર્મનું પરંપરાનું પાલન કરવું તે અંગત બાબત હોય છે. સરકારની દખલ દૂર કરવા. દેશમાં ૪૦ પ્રકારના પર્સનલ લો અમલમાં છે. ધર્મ, જાતિ, પરંપરા, પહેરવેશ, માન્યતા, શિક્ષણ, ધંધા અને વ્યવસાયથી વિવિધતાથી ભરેલા ભારત દેશના ફકત મુસ્લિમ પર્સનલ પર્સનલ લો ને નિશાન બનાવી અશક્ય એવા કોમન સિવિલ કોડ અને યુનિફોર્મ સિવિલ કોડના નામે લઘુમતિઓ, આદિવાસીઓ તથા કેટલાક હિંદુ સમુદાયોના પર્સનલ લો નાબૂદ કરવાના તમામ માટે એક કાયદો ઠોકી બેસાડવાના પ્રયાસો પડતા મૂકવા ટોળા દ્વારા કરાતી દલિતો, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓની હત્યા કરનારા નિરંકુશ, કટ્ટરવાદી, ભાગલાવાદી તત્વોને જેર કરવા અત્યાચાર નિવારવા ધારો અને માનવ સુરક્ષાધારો, એટ્રોસિટી મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ માટે પણ અમલમાં મૂકી તેમની હત્યાઓ અને હુમલાઓ સામેર ક્ષણ આપવું. ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી સમગ્ર દેશમાં ગૌવંશ કતલ પર કડક પ્રતિબંધ મૂકી કરોડોના ગૌમાંસની નિકાસ કરતા કટલખાના બંધ કરાવવા જાઈએ. ગુજરાત રાજ્ય વકફ બોર્ડની રચના વકફ એકટ-૨૦૧૩ મુજબ ચૂંટણીથી કરીને વેચી દેવાયેલી તથા ગેરકાયદે બિનઅધિકૃત કબજામાં રખાયેલી વકફ મિલકતોનો સર્વે પુરો કરી કબજા લેવા અને આકરો દંડ વસૂલવો. વકફ બોર્ડ, હજ કમિટી અને અલ્પસંખ્યક વિકાસ બોર્ડને પૂરતી ગ્રાન્ટ ફાળવી બિનરાજકીય ધોરણે રચના કરી સંવનિષ્ટ અને પ્રમાણિક વ્યકિતઓને નિમી સક્રિય, સ્વિચ્છ વહીવટ સુધારવો સહિતની માગ કરાઈ હતી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks