મુસ્લિમો માટે છૂટાછેડાના પ્રસ્તાવિત કાયદામાં ટ્રિપલ તલાકને દિવાની ગુનો ગણવામાં આવે નહીં કે ફોજદારી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરી રદ્‌ કર્યું હતું. આ પ્રકારના ચુકાદાને અસરકારક બનાવવા કેન્દ્ર સરકાર હવે મુસ્લિમો માટે છૂટાછેડા માટે કાયદો ઘડવા વિચારી રહી છે. અને એના માટે બિલ તૈયાર થઈ રહ્યું છે. કારણ કે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક રદ્દ કર્યા છતા એ પ્રથા ચાલુ જ છે. જેમાં અમુક કિસ્સાઓમાં માહિતી મળે છે. જ્યારે ઘણા બધા કિસ્સાઓ બહાર જ આવતા નથી. આના માટે સજાની હાલ કોઈ જોગવાઈ નહીં હોવાથી આ પ્રથાનો અમલ રોકવા માટે કાયદો ઘડવો આવશ્યક બની ગયું છે. સંસદનું સત્ર ૧પમી ડિસેમ્બરથી શરૂ થવાનો છે. સમય ઓછો છે જો એ બિલ આ સત્રમાં મુકાશે તો એ મહત્ત્વપૂર્ણ બિલ ગણાશે.
કોઈપણ ધર્મ હોય લગ્ન દરમ્યાન પતિ-પત્નીના વિચારોમાં મતભેદો હોય છે જે સામાન્ય વાત છે અને આ મતભેદો અને ઝઘડાઓને દિવાની ગુનો ગણાય છે અને ફોજદારી ગુનો ગણવામાં નથી આવતો. રાજ્ય લગન સંબંધ સાચવવા દરમ્યાનગીરી કરી એમાં ઉદ્‌ભવતા વિવાદોનો ઉકેલ સૂચવી શકે છે. પણ છૂટાછેડાને ફોજદારી ગુનો ગણવું એ ગેરકાયદેસર છે. જો કે મહિલાઓના રક્ષણ માટે ઘરેલું હિંસાનો કાયદો છે જે પણ સિવિલ કાયદો છે જેમાં ફોજદારી ગુનો ગણી સજા નથી અપાતી. છૂટાછેડાના કાયદાને સિવિલ કાયદો બનાવી લાભ લઈ શકાય છે પણ જો સરકાર ટ્રિપલ તલાકને ફોજદારી કાયદો બનાવશે તો આ વિકલ્પને બંધ કરી દેશે.
એનો એ અર્થ નથી કે ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનું રક્ષણ સરકારે નહીં કરવો જોઈએ. પ્રસ્તાવિત કાયદામાં દંડની જોગવાઈ કરી શકાય. મહિલાઓને સિવિલ કાયદા હેઠળ મળતા લાભો અપાવી શકાય. જેમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવા ભરણ-પોષણ મેળવવું વિગેરે છે. એ સ્પષ્ટ છે કે આ બધા મુદ્દાઓ ફોજદારી ગુના કરતા વધુ ગુંચવણ ભરેલ છે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને મોટા ભાગના મુસ્લિમ સંગઠનોએ સ્વીકાર્યું છે એ વ્યર્થ નહીં જવો જોઈએ એ બાબત ધ્યાનમાં રાખી કાયદો ઘડવો જોઈએ.
આના માટે કાયદો ઘડતા પહેલા બધા જ હિત ધરાવતા પક્ષકારો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. ઘણી બધી મુસ્લિમ મહિલાઓના સંગઠનો મુસ્લિમ પર્સનલ લૉને સળંગ સુચિબદ્ધ થયેલ કાયદા સ્વરૂપે જોવા ઈચ્છે છે નહીં કે ટુકડે-ટુકડે એના માટે બાબતો સ્વરૂપે તલાક આપવાના અન્ય પ્રકારોને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks