દુબઇ, તા. ૨૮
મુસ્લિમ દેશોને જાહેરમાં વખોડનારા મુસ્લિમ વિરોધી નેતા એક અન્ય મુસ્લિમ વિરોધી ભારતીય નેતાના જન્મદિનને ઉજવવા માટે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુબઇ જાય તેવી શક્યતા છે. દુબઇમાં ભારતના રાજદૂતે ભારતીય રાજકારણમાં વિવાદાસ્પદ વ્યક્તિ દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિનને ઉજવવા માટે એક કાર્યક્રમ રાખ્યો છે. દીનદયાળ ઉપાધ્યાય ભારતીય જન સંઘના પ્રમુખ હતા અને એવા હિંદુ કટ્ટકવાદીઓમાં સામેલ છે જેઓએ મુસ્લિમોને નિશાન બનાવી દેશમાં ગાય અભિયાન ચલાવ્યંુ હતું. ઉપાધ્યાયની જેમ જ લઘુમતી વિરોધી સંગઠન આરએસએસના કાયમી સભ્ય રામ માધવ ૨૦૧૪થી સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોમાં સામેલ છે. રામ માધવે તાજેતરમાં જ મુસ્લિમ નેતાઓ જેમ કે, જમ્મુ-કાશ્મીરના ઓમર અબ્દુલ્લાહને આતંકવાદીઓની માફી માગનારા ગણાવ્યા હતા અને ભાજપ સરકારના એક કાર્યક્રમમાં સામેલ ન થવા બદલ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીની ટીકા કરી હતી. હવે રામ માધવ એક નિષ્ફળ રાજનેતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક મુસ્લિમ રાષ્ટ્ર સંયુક્ત આરબ અમિરાતનો પ્રવાસ કરવા જઇ રહ્યા છે.