(એજન્સી) લખનૌ, તા.૧પ
રિહાઈ મંચના પ્રવકતા શાહનવાઝ આલમે કહ્યું કે પૂર્વીય ઉત્તરપ્રદેશના નાનકડા જિલ્લા આઝમગઢમાંથી નિર્દોષોની મુક્તિ માટે ઉઠેલો અવાજ સાચા અર્થમાં લોકતંત્રને પુનઃ સ્થાપિત કરનાર અવાજ હતો. ટાડા, પોટા, યુએપીએ જેવા લોકશાહીનું હનન કરતાં કાયદાઓ પર માત્ર સામાન્ય આંતરિક ચર્ચાઓ જ થતી હતી. તેને તારીક ખાલીદની મુક્તિ માટે ઉઠેલી અવાજે આ મુદ્દાને રસ્તા પર લાવીને સૌની સમક્ષ ઊભો કર્યો છે. આ આંદોલનના દબાણે તત્કાલીન માયાવતી સરકારને બનાવટી ધરપકડો મુદ્દે આરડી નિમેષ આયોગના ઘટન કરવા પર મજબૂર કરી તો બીજી તરફ સમાજવાદી પાર્ટીએ નિર્દોષોની મુક્તિના વાયદાને પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં ઉમેર્યા. રિહાઈ મંચના પ્રવકતાએ કહ્યું કે, દસ વર્ષ પહેલાં પણ યુપીકોકા લાદવા માટે તત્કાલીન સરકારે આતંકવાદના નામે નિર્દોષોની ધરપકડ કરાવી હતી અને જે સાંપ્રદાયિક રાજનીતિએ આ સમગ્ર ઘટનાક્રમની રચના કરી આજે તે સત્તામાં આવ્યા બાદ યુપીકોકા જેવા દુષ્ચકો ફરી ઘડી રહી છે. જેમાં નિર્દોષ મુસ્લિમોની નિર્દય હત્યા કરવામાં આવશે. રિહાઈ મંચે જણાવ્યું કે, ર૦૦૭માં ઉત્તરપ્રદેશમાં વારાણસી, ફૈઝાબાદ, લખનૌ કચેરીઓમાં થયેલ હુમલાઓ બાદ ઉત્તરપ્રદેશમાંથી તારીક ખાલીદ તેમજ જમ્મુ-કાશ્મીરમાંથી સજ્જાદુર્રહમાન અને અખ્તર વાનીની ધરપકડ કરવામાં આવી હતી. બાર એસોસિએશને પ્રસ્તાવ જારી કર્યો હતો કે આ વ્યક્તિઓના કેસ લડવામાં નહીં આવે. એવામાં લખનૌના વકીલ મુહમ્મદ શોએબ, બારાબંકીમાં તેમના સાથી રણધીરસિંહ સુમત અને ફૈઝાબાદમાં એડવોકેટ જમાલ તેમની પડખે ઊભા રહ્યા. કેસ કોર્ટમાં ન ચાલે તે માટે આ વકીલો પર જીવલેણ હુમલા થયા જેમાં મુહમ્મદ શોએબ પર તો લખનૌ કચેરીમાં જ હુમલો થયો હતો. શાહનવાઝ આલમે જણાવ્યું કે, આર.ડી.નિમેષ આયોગે તારીક ખાલિદની ધરપકડને શંકાસ્પદ ગણાવતા દોષી પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી હતી. પરંતુ સરકારે તેમને મુક્ત ન કર્યા. સરકારની નબળી ઈચ્છાશક્તિ, ગુપ્તચર વિભાગ અને તત્કાલીન એડીજી તેમજ ભાજપના નેતા બુજલાલ, ડીજીપી વિક્રમસિંહ, મનોજકુમાર જેવા આઈપીએસ અધિકારીઓએ મળીને ખાલિદની જેલમાં જ હત્યા કરાવી નાંખી. તેમણે જણાવ્યું કે, કોર્ટ બ્લાસ્ટ કેસમાં સજ્જાદુર્રહમાનને લખનૌથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે તારીક કાસમી જેમની ધરપકડને આયોગ દ્વારા સંદિગ્ધ ગણાવવામાં આવી હતી. તેમને બારાબંકીના એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવતા ન્યાયાધીશે કહેવું પડ્યું હતું કે તેમને નોકરી કરવી છે જે સાબિત કરે છે કે ન્યાયાલય પણ સરકારના દબાવમાં કામ કરવા વિવશ છે. શાહનવાઝ આલમે જણાવ્યા મુજબ રિહાઈ આંદોલનના ૧૦ વર્ષ પૂરા થવાના અવસરે ૧૬ ડિસેમ્બરના રોજ પ્રેસ કલબ લખનૌમાં મંચ ન્યાયિક ભ્રષ્ટાચાર અને લોકતંત્ર અંગે સંમેલન કરશે જેના મુખ્ય વકતા પ્રખ્યાત વકીલ અને માનવઅધિકાર કાર્યકર પ્રશાંત ભૂષણ હશે.