મુસ્લિમોને નબળા પાડવા ઇઝરાયેલ ત્રાસવાદીઓને સમર્થન આપી એમને પ્રોત્સાહિત કરે છે

(એજન્સી)                  તહેરાન,તા.૭

ઈરાન સંસદના સ્પીકર અલી-લારિજાનીએ જણાવ્યું કે ઈઝરાયેલ ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપી રહ્યું છે.જેના લીધે મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિ ફેલાયેલ છે. એમનો ઉદ્દેશ્ય મુસ્લિમ રાષ્ટ્રોને નબળો બનાવવાનો છે.

હાલની કટોકટીને લંબાવવા માટે ત્રાસવાદીઓને મદદ કરવાની નીતિઓ ઈઝરાયેલની છે. જેથી મુસ્લિમ રાષ્ટ્રોનું પ્રભુત્વ ઓછું થાય. તહેરાનમાં ટ્યુનિશિયાના ડેલિગેશન સાથેની મીટિંગમાં એમણે આ વાત કરી હતી.

મુસ્લિમ દેશોએ સાવચેતીપૂર્વક વર્તવું જોઈએ અને ગમે તે પ્રકારે હાલની કટોકટીનું અંત લાવવું જોઈએ.

અમેરિકા અને ઈઝરાયેલ બંને મુસ્લિમોમાં અવિશ્વાસ ઊભો થાય એ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે. પણ આપણે બધા શિયા હોય કે સુન્ની બંનેએ મળીને એમની યોજનાઓ પાર નહીં પડે એ પ્રકારે વર્તવું પડશે. અને ત્રાસવાદીઓને ખતમ કરવા પડશે. એમણે કબૂલ્યું કે જો કે એક ખૂબ જ નાની વહાબીઓની લઘુમતી છે જે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવીને મુસ્લિમ દેશોમાં અશાંતિ ફેલાવી રહી છે.

ઈરાનની નીતિ છે કે બધા મુસ્લિમો દેશો સાથે સંમતિ સાધી એકતાથી રહેવું જોઈએ. અમુક અપરિપક્વ મુસ્લિમ દેશોના કારણે મુસ્લિમ દેશોમાં એકતા સ્થપાતી નથી.

એમણે કહ્યું કે ટ્યુનિશિયા અને ઈરાન વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવામાં આવશે. એ સાથે બંને દેશોના રાજકીય સંબંધો પણ મજબૂત બનાવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts