દુનિયાને જાણવાની ક્ષમતા કેળવવી હોય તો અવશ્ય પ્રવાસ કરવો : ઈમામખાન

અમદાવાદ, તા.ર૬

ગલ્ફ દેશોમાં વધતા જતાં ગૃહ યુદ્ધના કારણે જાણે આખા વિશ્વની શાંતિ હુણાઈ ગઈ છે. આઈએસઆઈએસ પોતાના આતંકીઓ દ્વારા ઈરાક, ઈરાન, સીરિયા, ગાઝા, એલેપ્પો વગેરે દેશોમાં પોતાનું કોહરામ મચાવી રહ્યું છે. ત્યારે ર૭મી સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસે આપણે સૌ વસુદૈવ કુટુંબ ક્રમની ભાવના સાથે એકબીજાની પડખે પરસ્પર સંવાદીતા સાધીને રહી એ ખૂબ જરૂરી છે. વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત ૧૯૭૦માં ર૭મી સપ્ટેમ્બરના રોજ યુનાઈટેડ નેશન્સ દ્વારા કરાઈ હતી. જેમાં પ્રવાસન દિવસનું અને તેની સમાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય પર આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. વર્ષ ર૦૧૬માં વિશ્વ પ્રવાસ દિવસ બધા માટે પ્રવાસન યુનિવર્સન એકસેસીબિલીટી પ્રોત્સાહનની થીમ પર ઉજવવામાં આવશે.ct-7 ભારતના અહેવાલ વિશ્વ પ્રવાસી એવા હ્યુ એન સંગ આપણને સૌને યાદ છે. પરંતુ આપણી આસપાસની જ જો વાત કરીએ તો અમદાવાદમાં એવા ઘણા ટ્રાવેલર પ્રેમી છે. જેમના માટે દુનિયાનો છેડો એટલે ઘર નહીં પણ આખી દુનિયા છે. જેઓ ઘરની ચાર દિવાલમાં સુખ શોધતા નથી. પણ વિશ્વને જાણવા સમજવા માટે પ્રવાસ કરે છે. ગુજરાત ટુડેએ મુલાકાત કરી એવા જ ટ્રાવેલર પ્રેમી સાથે જેમના પ્રવાસ થકી એમના જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. સુરેન્દ્રભાઈ વાડેકર એક ટેકનિકલ ડાયરેકટર છે. બિઝનેસ સંદર્ભે ફરવાની સાથે તેઓ મુસાફરીનો પણ શોખ ધરાવે છે તો પોતે નેધરલેન્ડ, બેંગ્કોક, જાપાન, સિંગાપોર, મલેશિયા, દુબઈ, ચાઈના, જર્મની, સ્વિત્ઝરલેન્ડ જઈ આવ્યા છે. સુરેન્દ્રભાઈના જણાવ્યા ct-8અનુસાર પ્રવાસ વ્યક્તિને ઘડે છે. તેનામાં વિશ્વને જોવાની દ્રષ્ટિ ખીલે છે. તમારા એકધારા કામથી કંટાળીને ફકત બે દિવસ માટે પણ નજીકના કોઈ સ્થળે પ્રવાસ કરવું જોઈએ. પ્રવાસથી વ્યક્તિ એક ચેતન તત્ત્વ બને છે. નહીંતર જડ જીવન બનવાના અને એ રીતે જીવવાના તો અનેક કારણો છે. એ સિવાય જુહાપુરા ખાતે બૈયતુલમાલના પ્રમુખ હાજી ઈમામખાન પઠાણ હાલ ૭૧ વર્ષની જૈફ ઉંમર ધરાવે છે છતાં એ છેલ્લા ૩૦ વર્ષથી પ્રવાસ કરે છે. તે ઈરાક, જોર્ડન, ઈઝરાયેલ, લંડન, સ્કોટલેન્ડ, મોરેશિયસ, ઈજિપ્ત પણ ફરી આવ્યા છે. હાજી ઈમામખાનના જણાવ્યા મુજબ કુદરત નેચરને માણવા માટે મુસાફરી સૌથી ઉત્તમ સાધન છે. પ્રવાસ કરવાથી તમે બીજા દેશની સંસ્કૃતિ, સમાજ, રહેણીકરણી, ભાષા, બોલી, ભોજન વગેરે બાબતોને સમજો છો જેના કારણે ભિન્નતાની ખાઈ પૂરાય છે. ફરે તે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે. બસ આ જ ઉક્તિને ચરિતાર્થ કરતું હાજી ઈમામખાનનું જીવન છે. આવા જ એક યંગ જનરેશનના રોલ મોડલ તરીકેની પર્સનાલિટી ધરાવતા મીહિર બારોટ કેન્ટેનરાઈટ તેમજ બાઈક રાઈડર્સ છે. યુવાઓના આઈકોન સેવા મીહિરભાઈએ અત્યાર સુધી ૩૦૦૦ કિ.મી. જેટલી મુસાફરી કરી છે. તેઓ અત્યાર સુધી રાજસ્થાન, કાશ્મીર, પંજાબમાં બાઈક વડે તેમજ ટ્રેડિંગ, લોંગ ડ્રાઈવિંગ, જંગલ, પર્વતોને ખોળે છે. મીહિરભાઈ જણાવે છે કે, જીવનમાં મુસાફરી કરવી જોઈએ. દરેક માણસ પૃથ્વી પર મુસાફર છે. આથી ભૂત કે ભવિષ્યની ચિંતા કર્યા વગર અજાણી જગ્યાઓ પર ફરવાથી તમારામાં આત્મવિશ્વાસ, પ્રેમ, તાજગી, નિખાલસતા જેવા ગુણો ખીલે છે. જે તમારી દ્રષ્ટિને સપૂર્ણ બદલી નાંખે છે. આમ પ્રવાસ વ્યક્તિને શાંત રહેતા તેમજ કુદરતને સાંભળવાનું શીખવાડે છે અને પ્રવાસની અગવડતામાં પણ એક મજા હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts