મ્યાનમારે સંસદ ઉપર ડ્રોન ઉડાડનારા બે તુર્કીના પત્રકારોને જેલ મોકલ્યા

(એજન્સી) તા.૧૧
મ્યાનમારની પોલીસે ગત મહિને તુર્કીના બે પત્રકારોની ધરપકડ કરી હતી. તેમના પર દેશની સંસદ પર ડ્રોન ઉડાડીને તસવીરો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે હવે તેમને ગઈકાલે કોર્ટમાં હાજર કરાયા બાદ કોર્ટે તેમને સજા ફટકારતાં જેલ મોકલી દીધા છે. આ બંને પત્રકારો પાસે ડ્રોન ઉડાડવા માટેનું લાયસન્સ પણ નહોતું. જો કે આ પત્રકારોમાં એક સિંગાપોરનો છે જેમનું નામ લાઓ હોન મેંગ છે જ્યારે બીજાનું નામ મોક ચોય લિન છે જે મલેશિયાનું વતની છે. તેમની ગત મહિને જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે શુક્રવારે કોર્ટમાં હાજર કરાયા બાદ તેમના પર એરક્રાફ્ટ લોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ બંને પત્રકારો તુર્કી દ્વારા આપવામાં આવેલા અસાઈમેન્ટ પર કામ કરી રહ્યા હતા. તુર્કીશ રેડિયો એન્ડ ટેલિવિઝને તેમને આ કામ સોંપ્યું હતું. તમને જણાવી દઈએ કે આ બંને પત્રકારો સાથે સ્થાનિક પત્રકાર અને ઈન્ટરપ્રિન્ટર આંગ નાઈન્ગ સુઈ તથા તેમના ગ્રુપ ડ્રાઈવર હલા તિનની પણ ર૭ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમના પર બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેમના પર વિદેશી પત્રકારોને સહયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વકીલે કહ્યું હતું કે, સ્થાનિક પત્રકાર અને ઈન્ટરપ્રિટરને આ મામલેથી મુક્ત કરી દેવા જોઈએ કેમ કે ડ્રોન ઉડાડવામાં તેમની કોઈ ભૂમિકા નહોતી અને આ અભિયાનમાં પણ તેમની કોઈ ભૂમિકા નહોતી. જો કે તમને જણાવી દઈએ કે, મ્યાનમારના એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ લો અનુસાર આ બંને પત્રકારોને હવે ત્રણ વર્ષથી વધારેની સજા થઈ શકે છે. મ્યાનમારમાં જ તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે અને તેમણે સજા પણ અહીં જ ભોગવવી પડશે. જો કે બીજીબાજુ રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમારની સેનાનો કેર યથાવત છે અને અત્યાર સુધી પત્રકારોના પ્રવેશ અંગે પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. ત્યાંથી અત્યાચાર કે હિંસાગ્રસ્ત વિસ્તારોનું કોઈપણ પ્રકારનું રિપોર્ટિંગ થઈ શકી રહ્યું નથી. અત્યાર સુધી સાડા છ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી બની ચૂક્યા છે અને તેઓ બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks