(એજન્સી) તા.ર૧
મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોએ સરકાર સામે બાંયો ચઢાવી લીધી છે. દેશમાં રોહિંગ્યા મુસ્લિમોની દુર્દશા અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયો તથા સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોઇપણ પ્રકારની અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. તેની સામે રોષે ભરાતા લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે. આ લોકોએ આંતરરાષ્ટ્રીય સમુદાય તથા સંયુક્ત રાષ્ટ્રને મ્યાનમારની સરકાર પર દબાણ વધારવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશની સરકાર પર દબાણ વધારી મુસ્લિમ લઘુમતી સમુદાય સામેના દમનને અટકાવવો જોઇએ. તાજેતરમાં મીડિયા અને પત્રકારો દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓએ મ્યાનમારના એક અંધકારમય પાસા પર પ્રકાશ પાડ્યો છે. જેમાં સેલ્ફ સ્ટાઇલ ડિફેન્ડર તરીકેની આંગ સાન સુ કીની સરકાર શાસન કરી રહી છે. જો કે કેટલાક લોકો કહે છે કે મ્યાનમારમાં જે કંઇ થઈ રહ્યું છે કે તે માનવતા વિરુદ્ધ છે. વિશ્વ સંગઠનોએ પુરાવાઓને આધારે જ તેની પુષ્ટિ કરવી જોઇએ. પરંતુ એટલું તો સ્પષ્ટ જ છે કે મ્યાનમારમાં દિવસેને દિવસે સ્થિતિ અત્યંત કથળી રહી છે. કેટલાક વર્ષો અગાઉ સમગ્ર વિશ્વમાં મ્યાનમારમાં લાખો મુસ્લિમોની હત્યા કરી નાખવાના સમાચારો ફેલાયા હતા. જેના બાદ પણ મ્યાનમારના બર્માની હકીકતોનો ખુલાસો થયો હતો. જો કે આજે પણ ત્યાં રોહિંગ્યા મુસ્લિમોની આવી જ સ્થિતિ છે તેમના પર સરકાર દ્વારા એકતરફી શાસન કરવામાં આવે છે. તેમના પર દરરોજ દમન ગુજારવામાં આવે છે.
લોકો તેની સામે વિરોધ દર્શાવવા માર્ગો પર ઉતરી આવ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયો તથા યુએન જેવા વૈશ્વિક સંગઠનોને દરમિયાનગીરી કરી સરકાર પર દબાણ વધારવા માંગે છે. છતાં આવા સંગઠનો પણ તેમની વહારે ન આવતા હોવાના સમાચાર મળી રહ્યાં છે.