મ્યુનિ.તંત્ર રસ્તા અંગે શોર્ટ ટેન્ડરની પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટરોને ઘૂંટણિયે પડ્યું

અમદાવાદ, તા.૫
અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે વિવિધ છ જેટલા ઝોનમા મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે.હાઈકોર્ટ સમક્ષ ૧૦ સપ્ટેમ્બરના રોજ પુરો રિપોર્ટ રજુ કરવાનો છે આમ છતાં આવતીકાલે ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તુટેલા ૧૦૦ કિલોમીટરના રસ્તાઓ માટે રૂપિયા ૧૧૧ કરોડના શોર્ટ ટેન્ડર ખોલવા જઈ રહ્યા છે આમ છતાં તેમા માત્ર ડીપોઝીટની રકમ વધારવા સિવાય અન્ય કોઈ આકરી શરતો મુકવામા આવી નથી.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા આ વર્ષે જુનની ૨૫મીથી શરૂ થયેલા વરસાદને પગલે અત્યાર સુધીમા કુલ વરસાદ ૪૦ ઈંચ જેટલો વરસી ગયો છે.બીજી તરફ જુલાઈ માસમા ૩૪ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા અમદાવાદ શહેરમા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા હતા આ તુટેલા રસ્તાઓને લઈને ૨૭ જુલાઈ તેમજ ૨૯ ઓગસ્ટ એમ બે વખત મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક સભામા પણ વિપક્ષ ઉપરાંત શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા ભારે હોબાળો મચાવવામા આવ્યો હતો આ સાથે જ શાસક પક્ષ ઉપર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ,રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના વગદાર નેતાઓનુ ભારે દબાણ આવતા અમદાવાદ શહેરમા તુટેલા રસ્તાઓ મામલે વિજિલન્સ તપાસના પણ આદેશ કરવામા આવ્યા હતા.વિજિલન્સ વિભાગ તરફથી અમદાવાદ શહેરમા તુટેલા ૨૦૨ કિલોમીટરના તુટેલા રસ્તાઓ પૈકી ૧૯૭ કિલોમીટરના રસ્તાઓની તપાસ કરી વચગાળાનો અહેવાલ આપતા ત્રણ કોન્ટ્રાકટરો કે જેમા આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચર,જે આર અગ્રવાલ અને જીપી ચૌધરીનો સમાવેશ થતો હતો તમામને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.બીજી તરફ અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓ મામલે હાઈકોર્ટમા કરવામા આવેલી પીટીશન બાદ હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને તુટેલા રસ્તાઓ મામલે શુ કાર્યવાહી કરી તે અંગેનો પુરો અહેવાલ ૧૦ સપ્ટેમ્બરે રજુ કરવાનો આદેશ કર્યો છે આ પરિસ્થિતિમાં આ ત્રણે કોન્ટ્રાકટરો પાસેથી પરત લેવામા આવેલા રૂપિયા ૧૧૧ કરોડના કામો મામલે શોર્ટ ટેન્ડર પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામા આવનાર છે.જો કે તેમા કોઈ કડક શરતો રાખવામા આવી નથી.માત્ર ડીપોઝીટની રકમ પાંચ ટકાને બદલે વધારીને દસ ટકા કરવામા આવી છે આ સિવાય ડીફેકટ લાયબલિટી પિરીયડ અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી આ સાથે જ હવે પછી જો કોઈ રોડ તુટશે તો કોન્ટ્રાકટરને કેટલા વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી આમ આવતીકાલે ફરી એક વખત શહેરના શાસકો કોન્ટ્રાકટરોને ઘુંટણીયે પડી જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks