સુરતમાં આપઘાતના જુદા જુદા બનાવોમાં ચારનાં કરૂણ મોત

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરતમાં આપઘાતના બનેલા જુદા જુદા ચાર બનાવોમાં ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.સુરતમાં વધતી જતી આપઘાતની ઘટનાઓએ ચિંતાનું મોજું પ્રસરાવી દીધું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાસોદરા ગામ ખાતે ઓમ ટાઉનશિપ વિભાગ-૨માં રહેતાં રજનીભાઈ ઉર્ફે ભરતભાઈ માવજીભાઈ પોલીસ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા હાથરાણી ગામના વતની હતા અને છૂટક મજૂરી કરી પરિવારનું પેટિયું રળતા હતા.ભરતભાઈએ ગઈકાલે પોતાના ઘરે રસોડાની છતના હૂક સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતની આ ઘટના અંગે પત્ની સાધનાબેને સરથાણા પોલીસને જાણ કરી હતી.
ગોડાદરા-આસપાસ ખાતે પ્રિયંકા ટાઉનશિપમાં રહેતા ૪૫ વર્ષિય બૈધનાથ બિકરૂભાઈએ રાજપૂત કુરિયર કંપનીમાં કામ કરતા હતા કુરિયર બોય બૈધનાથે મકાન માટે ભરેલા રૂપિયા પરત નહીં મળતા પાછલા ૮ માસથી માનસિક તાણમાં હતા અને આરખે ગઈકાલે નાનપુરા ખાતે આવેલી આકાશગંગા કુરિયર કંપનીના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત અંગે બૈધનાથના પુત્ર શિવનાથે સલાબતપુરા પોલીસને જાણ કરી હતી.
ઉધના સ્થિત અંબાનગર વિભાગ-૧માં આવેલી વકીલ શેરીમાં રહેતા ૪૦ વર્ષિય નરેશભાઈ કાળીદાસ રાઠોડ ગઈકાલે પોતાના ઘરે દાદર પરના લાકડા સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. રહસ્યમય આપઘાત અંગે નરેશભાઈના પુત્ર મનોજભાઈએ ખટોદરા પોલીસને જાણ કરતા કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.
જ્યારે ઉમરપાડા તાલુકામાં આવેલા વાડી વચલા ફળિયામાં રહેતા ૨૧ વર્ષિય ખેત મજૂર અભય ચંદુભાઈ વસાવાએ કોઈ સંજોગો વસાત ખેતરમાં ખાખરાના ઝાડ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વ્હાલુ કરી લીધું હતું. ખેતમજૂરના આપઘાત અંગે દિનેશભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજાગ ફરિયાદ અંગે ચોપડે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts