નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છેઃ વિલાન્ડર

ન્યુયોર્ક,તા. ૧૨
ન્યુયોર્ક ખાતે હાલમાં જ રમાયેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જનાર સ્પેનીશ સ્ટાર હવે ટેનિસ ઇતિહાસના સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડી બનવાની દિશામાં આગળ વધી શકે છે. પૂર્વ સ્ટાર ટેનિસ ખેલાડી મેટ્‌સ વિલાન્ડરે દાવો કર્યો છે કે રાફેલ નડાલમાં ગ્રાન્ડ સ્લેમ જીતવાની ભુખ હજુ પણ રોજર ફેડરર કરતા વધારે છે. રોજર ફેડરરે હજુ સુધી સૌથી વધારે ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીતી છે. આવી જ રીતે નડાલે ૧૬ ગ્રાન્ડ સ્લેમ જીતી છે. મેટ્‌સ વિલાન્ડરે કહ્યુ છે કે નડાલ પહેલા કરતા વધારે શક્તિશાળી રમત હાલના સમયમાં રમી રહ્યો છે. વર્ષ ૧૯૮૮માં યુએસ ઓપનનો તાજ જીતનાર વિલાન્ડરે કહ્યુ છે કે તે હવે વધારે કુશળ રમત દર્શાવી રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં તે વધારે ઉંચા નૈતિક જુસ્સા સાથે હવે મેદાનમાં ઉતરી શકે છે. નડાલે ફ્રેન્ચ ઓપનમાં તો હમેશા સર્વોપરિતા સાબિત કરી છે. સાથે સાથે હવે તે યુએસ ઓપનમાં પણ ભવ્ય દેખાવ કરી શક્યો છે.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ
રોજર ફેડરર ૧૯ ગ્રાન્ડ સ્લેમ
રાફેલ નડાલ ૧૬ ગ્રાન્ડ સ્લેમ
પીટ સામ્પ્રસ ૧૪ ગ્રાન્ડ સ્લેમ
રોય ઇમરસન ૧૨ ગ્રાન્ડ સ્લેમ
નોવાક જોકોવિક ૧૨ ગ્રાન્ડ સ્લેમ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts