National

નાગરિકોની હત્યાઓ : મુખ્યધારાના રાજનેતાઓ, વેપારીઓ પણ ચોંકી ઊઠ્યા

(એજન્સી) તા.૯
કુલગામ જિલ્લામાં સેનાના ગોળીબારમાં નાગરિકોની હત્યા અંગે મુખ્યધારાના રાજનેતાઓ અને વેપારીઓએ ભારે દુઃખ વ્યક્ત કર્યો છે. જેમાંથી કેટલાકની ટિપ્પણીઓ નીચે મુજબ છે.
રફી અહેમદ મીર : પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મુખ્ય પ્રવક્તા રફી અહેમદ મીરે નાગરિકોની હત્યાની ઘટનાઓની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, મારી પાસે હવે શબ્દો નથી મારૂં દુઃખ વ્યક્ત કરવા માટે. ખરેખર આ હિંસાનો કોઈ અંતર દેખાઈ રહ્યો નથી. નાગરિકોની હત્યાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં મીરે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાગરિકોની હત્યા થવી દુર્ભાગ્યપૂર્ણ છે અને આ એક ચેતવણી સમાન જ છે. સુરક્ષાનો મુદ્દો હવે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ કરીને યુવાઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બગડી રહી છે. તેમણે શહીદ થયેલાઓના પરિવારો સાથે સહાનુભૂતિ દર્શાવતા એકતા દર્શાવી હતી.
ગુલામ અહેમદ મીર : જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના વડા જી.એ.મીરે નાગરિકોની હત્યાઓને ટીકાપાત્ર અને દિશાહીન ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેનાથી શાંતિની પહેલને નુકસાન થશે. મીરે વધુમાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, અહીં હાલમાં લોકો પથ્થરમારો કરી રહ્યા છે અને જવાબમાં સેના તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે જેના કારણે વિસ્તારમાં તંગદિલી જોવા મળી રહી છે.
એમ.વાય. તારીગામી : સીપીઆઈએમ નેતા અને કુલગામના ધારાસભ્ય એમ.વાય. તારીગામીએ કહ્યું હતું કે, નાગરિકોની આવી હત્યાઓ કરવાને કારણે જ રાજ્યમાં સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. જ્યારથી ૨૦ જાન્યુઆરીથી રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાગુ કરાયું છે ત્યારથી હિંસા વધી છે અને નાગરિકોની હત્યાઓની સંખ્યા પણ વધી છે. જો કે, તાજેતરની ઘટના ખીણમાં શાંતિની પ્રક્રિયા માટે એક મોટા આંચકા સમાજ છે. જેમાં હાવૂરા ખાતે ફક્ત બે કિશોરોને જ ગોળીના નિશાને નથી લેવાયા પરંતુ એક તરૂણીને પણ ગોળી મારી દેવામાં આવી હતી. આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. શું કાશ્મીરીઓનું લોહી ખૂબ જ સસ્તું છે અને કાશ્મીરીઓ ખર્ચાળ છે ? નીતિ ઘડનારાઓએ સમજવું જોઈએ કે, સેનાના બળપ્રયોગથી કંઈ મળવાનું નથી અને રાજકીય રીતે વાટાઘાટો કરીને જ શાંતિ સ્થાપિત કરી શકાશે.
કેઈએ, કેટીએમએફ દિગ્મૂઢ બન્યા
કાશ્મીર ઈકોનોમીક એલાયન્સ (કેઈએ)ના વડા મોહમ્મદ યાસીનખાને નાગરિકોની હત્યાની આકરી ટીકા કરતા તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. પોતાના નિવેદનમાં કાશ્મીર ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર ફેડરેશન (કેટીએમએફ)ના વડા ખાને કહ્યું કે, નાગરિકોની હત્યા કરવી અને એક પ્રકારે નવી દિલ્હી દ્વારા નાગરિકો વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરવા સમાન જ છે. તેમણે આ ઘટનાઓ સામે ધારદાર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, સામાજિક સંગઠનોએ પણ હવે તેમની ભૂમિકા ભજવવી પડશે. ખાને દુખ્તરનએ મિલ્લતના વડા આસિયા અંદ્રાબી તથા તેમના બે સહાયકોની ધરપકડની પણ આકરી ટીકા કરી હતી. જેમને પૂછપરછ માટે દિલ્હી ટ્રાન્સફર કરાયા હતા. તેમણે કહ્યું કે, તેઓને સારવારની જરૂર છે નહીં કે અટકાયતની.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.