નાગરિકોને જૂની નોટો જમા કરવાની એક તક આપો : સુપ્રીમકોર્ટે કેન્દ્રને જણાવ્યું અને એ સાથે અન્ય ૯ મુખ્ય સમાચારો

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
૧. સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, વ્યાજબી કારણના લીધે જૂની નોટો બેંકોમાં જમા નહીં કરાવી શકેલ વ્યક્તિઓને નોટો જમા કરાવવાની એક બીજી તક આપવામાં આવે. ડિવિઝન બેંચે સરકારને બે અઠવાડિયામાં આના પ્રત્યુત્તરમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
ર. ઉત્તર કોરિયાએ ર૦૧૭ના વર્ષની ૧૧મી મિસાઈલ લોન્ચ કરી છે. જાણકારો કહે છે કે, એ અલાસ્કા સુધી પહોંચી શકે છે. મિસાઈલ જો કે જાપાન પાસે દરિયામાં પડી હતી. વડાપ્રધાન શિન્ઝો આબેએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના આ પ્રયાસો બતાવે છે કે એ ભય ઊભો કરવા માંગો છે.
૩. ભારતીય હવે અમેરિકા આવતા અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ પ્રવેશ મેળવી શકશે જેનાથી એમનું ઈમિગ્રેશન ક્લિયરન્સ એરપોર્ટ ઉપર જલ્દીથી થઈ જશે. આ પ્રકારની યોજનાથી ભારતીય પ્રવાસીઓ સ્વચાલિત ડિઓસ્કથી પસાર થશે. એમને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે નહીં અને ઈમિગ્રેશન અધિકારીઓને નહીં મળવું પડશે.
૪. પુલવામા જિલ્લાના બહમનૂ વિસ્તારમાંથી ત્રીજા શંકાસ્પદ ત્રાસવાદીનો મૃતદેહ મળી આવ્યો. દરમિયાનમાં સુરક્ષાદળોએ બાંદીપોરા જિલ્લાના અજાસ વિસ્તારમાં અન્ય એક ઓપરેશન હાથ ધર્યું છે.
પ. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે એસસી/એસટી કોમ માટે સોશિયલ મીડિયા ઉપર કરાયેલ વાંધાજનક લખાણને સજારૂપી ગુનો ગણાશે. જો કે ફરિયાદી અને એની સાથે જે વ્યક્તિ જોડાયેલ હશે અને સંબંધિત હશે તો તેમને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
૬. ટીએમસી પક્ષે મીરાં કુમારને સમર્થનનો ઈન્કાર કરનાર પાંચ ધારાસભ્યોને બરતરફ કરાયા. ત્રિપુરાના ધારાસભ્યોએ એના પ્રત્યાઘાતો આપતા જણાવ્યું કે અમે વિરોધ પક્ષોના એ ઉમેદવારોને સમર્થન નહીં આપીએ જેને સીપીઆઈ પણ સમર્થન આપતી હોય.
૭. ત્રાસવાદનો સામનો કરવા માટે ઈઝરાયેલ અને ભારત સહયોગ આપી શકે છે. તેલ અવીવની મુલાકાત ટાળે વડાપ્રધાન મોદીનું નિવેદન : વડાપ્રધાને કહ્યું કે ત્રાસવાદના ભયથી કોઈ દેશ મુક્ત નથી એ માટે ત્રાસવાદના પોષણને રોકવું ખૂબ જ જરૂરી છે.
૮. માહિતીના ગોટાળાઓના લીધે શેરબજારમાં મૂંઝવણ, એમેઝોન, એપલ, માઈક્રોસોફ્ટના શેયરો પટકાયા. શેયરબજારમાં ભારે ઉથલપાથલના અંતે ભાવ ૧ર૩.૪૭ ડોલર રહ્યો હતો.
૯. બાંગ્લાદેશ સરકારની ટીકા કરનાર ફરહાદ મઝહર ઢાકાની બસમાંથી મળી આવ્યા. એમની પત્નીએ અપહરણની ફરિયાદ કરી હતી. એમણે જણાવ્યું હતું કે એમની પાસેથી ૩પ લાખ ટકાની ખંડણીની માગણી કરાઈ હતી.
૧૦. તેલંગાણામાં વીજળીના થાંભલા ઉપર ચઢેલ ચિત્તો મૃત અવસ્થામાં મળી આવ્યો, શબ પરીક્ષણ પછી શિકારની શક્યતા નકારાઈ. જો કે, વન્ય અધિકારી હજુ પણ એ જણાવી શકતા નથી કે ચિત્તો થાંભલા ઉપર કેવી રીતે ચઢયો હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts