નવી દિલ્હી, તા.૧૮
પાકિસ્તાનના ૧૦૮ વિસ્થાપિતોને રવિવારે રાજસ્થાનના જોધપુરમાં ભારતીય નાગરિકતા આપવામાં આવી. જોધપુર જિલ્લા કલેક્ટર રવિકુમાર સુરપુરના હસ્તે પૂર્વ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું ટાઉન હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર સ્વીકારતા સમયે મોટાભાગના લોકો ભાવુક બની ગયા હતા અને ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ વિસ્થાપિતોની દુર્દશા પ્રકાશમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સિમાંત લોક સંગઠનના અધ્યક્ષ હિન્દુ સિંહ સોધાએ કહ્યું કે, પાકિસ્તાનના વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો ડિસેમ્બર-ર૦૧૬માં આદેશ આપી દેવાયો હતો. એમણે કહ્યું કે, હાલમાં પણ લગભગ ૬૦૦૦ પાકિસ્તાન વિસ્તાપિતો ભારતીય નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે.
Facebook
0
Twitter
0