Gujarat

આપના અસંતુષ્ટ ધારાસભ્ય નજરસિંહ કોંગ્રેસમાં સામેલ થયા

(એજન્સી) પંજાબ, તા.રપ
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીના અંતિમ દિવસે સોમવારે લગભગ નવ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા. તેમાં ભાજપ ઉમેદવાર વી.કે.સિંહ, કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્મા અને ગઠબંધનના ઉમેદવાર સુરેશ બંસલનું નામ પણ સામેલ હતું.
પંજાબમાં આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્ય નજરસિંહ માનશહિયા ગુરૂવારે મુખ્યમંત્રી અમરિંદરસિંહની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયા.
નજરસિંહ મનસા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે, જે બરિંડા સંસદીય ક્ષેત્રમાં આવે છે.
આ અવસર પર મુખ્યમંત્રી અમરિંદરસિંહે જણાવ્યું કે, મનસાના ધારાસભ્યના કોંગ્રેસમાં સામેલ થવાથી પાર્ટી વધુ મજબૂત થશે. ર૦૧પમાં પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વરિષ્ઠ પર્યાવરણ એન્જિનિયરના પદ પરથી સમય પહેલા રાજીનામું આપનારા માનશહિયાએ જણાવ્યું કે, તેઓ પંજાબના લોકોની સેવા કરવા ઈચ્છે છે અને તેમને લાગે છે કે, કોંગ્રેસમાં રહીને તેને સારી રીતે કરી શકાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.