(એજન્સી) તા.૪
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નજીબ રજાકને ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પૂર્વ વડાપ્રધાન રજાકના અલગ અલગ ઘરો પર પાડવામાં આવેલી રેડમાં ૨૭૩.૩ મિલિયન ડૉલર (લગભગ ૧૮૭૨ કરોડ રૂપિયા)ની સંપત્તિ પકડાઈ છે. ભ્રષ્ટાચાર એજન્સીએ તમામ સંપત્તિને જપ્ત કરી લીધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નજીબ રજાક પર ભ્રષ્ટાચાર એજન્સીએ ખોટી રીતે સંપત્તિ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન નજીબ રજાક પર આરોપ છે કે તેમણે એક સરકારી કંપની ૧ એમડીબીથી લગભગ ૪૭૬૦ કરોડ રૂપિયા પોતાના ખાતામાં નખાવ્યા હતા. એક વર્ષ પહેલા મેમાં થયેલી ચૂંટણીમાં નજીબ રજાકની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભ્રષ્ટાચાર એજન્સી તેમના ઉપર નજર નાખી રહી હતી. નજીબ અને તેમની પત્ની રોશમા મંસૂરથી તપાસ એજન્સી પૂછપરછ કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, નજીબ રજાકની પાસે હાલ રહેલા સામાનની ગણતરી કરવા માટે ૧૫૦ ઓફિસરોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ એક મહિનાથી વધારે સમય સુધી સામાનની ગણતરી કરતી રહી હતી. તપાસ એજન્સીને નજીબ રજાકના ઠેકાણાઓથી ૧૪૯૮ કરોડ રૂપિયાના આભૂષણ મળી આવ્યા છે, જ્યારે ૧૯૮ કરોડ રોકડા મળી આવ્યા છે. તેની સાથે ૨૬ અલગ અલગ દેશોના નાણાં પણ મળી આવ્યા છે.