નલિયા દુષ્કર્મ કેસમાં દિલ્હીના ‘ભાઈ’ને પીડિતાની વેદના નથી સંભળાતી ?

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૭
ભાજપ સરકાર દ્વારા સુરક્ષિત મહિલા સુરક્ષિત, ગુજરાત, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સશકિતકરણ, જેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ નલિયા દુષ્કર્મકાંડ જેવી કલંકિત અને શરમજનક ઘટનામાં ભાજપ સરકાર ઢાંકવિછોડો કરવાના પ્રયત્નો કરી રહી છે. નલિયામાં પીડિત મહિલા માટે ભાઈ કયાં છે. ગાંધીનગરના ભાઈ હવે દિલ્હી પહોંચ્યા છે. ત્યારે શું તેમને પીડિત મહિલાની વેદના નહીં સંભળાતી હોય ? નલિયા દુષ્કર્મ કેસમાં એક પછી એક ભાજપના નેતાઓ નામો ખુલી રહ્યા હોય છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. આજે ર૦૦ દિવસ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં નલિયા કાંડની પીડિતાને સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ભાજપ સરકારે હજુ સુધી મળવાપાત્ર સહાય આપી નથી. ત્યારે ભાજપ સરકાર પીડિતાને ન્યાય આપે તેવી માગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. નલિયા દુષ્કર્મ કેસમાં તટસ્થ તપાસ થાય તો સંત્રીથી લઈ મંત્રી સુધી રેલો પહોંચે તેમ છે. ગુજરાતની ભાજપ સરકાર નારી સુરક્ષાના મુદ્દે ગંભીર જણાતી નથી. બહેન-દીકરીઓને રોજગાર આપવાના નામે મજબુરીનો લાભ ઉઠાવીને જે રીતે નલિયા દુષ્કર્મ સેકસરેકેટ ખુલ્લુ થયું છે. તે દર્શાવે છે કે જુદા જુદા સૂત્રોથી મહિલાઓને સુરક્ષા મળતી નથી. આ કેસમાં જે આરોપીઓ પકડાયા છે તે ભાજપના પદાધિકારીઓ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks