International

નમાઝ પઢવા માટે રિસેસ ન આપનાર કંપનીને ૧પ લાખ ડોલરનો દંડ

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧પ
સમાચાર એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે અમેરિકાની મોટી મીટ પેકર કંપનીને ૧૩૮ સોમાલી અમેરિકન મુસ્લિમ શ્રમિકોને ૧.પ મિલિયન ડોલરની ચુકવણી કરવી પડશે. આ કંપનીએ આ મુસ્લિમ કર્મચારીઓને એટલા માટે નોકરીમાંથી કાઢી મૂક્યા હતા કારણ કે આ કર્મચારીઓએ નમાઝ પઢવા માટે થોડી રિસેસ માંગી હતી.
અમેરિકન સમાન રોજગાર તકે જણાવ્યું કે મિનેસોટા સ્થિત કૃષિ વ્યવસાય કંપની કારગીલ કોર્પનો એક ભાગ કારગિલ મીટ સોલ્યુશન્સ, ફોર્ટ મોર્ગન બીફ પ્રસંસ્કરણ કાર્યમાં મુસ્લિમને નમાઝના સમયે રિસેસ આપવા પર પણ સંમત થઈ ગઈ છે. સંઘીય એજન્સીએ જણાવ્યું કે મીટ કંપની ખોટા કામ કરવાથી ઈન્કાર કરે છે. પરંતુ આગળ કોર્ટના આટાફેરાથી બચવા માટે તે મુસ્લિમ કર્મચારીઓને ચુકવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ વિવાદ પછી ર૦૧૬ના અંતમાં મુસ્લિમ શ્રમિકોને નોકરીમાંથી કાઢયા પછી મુસ્લિમ કર્મચારીઓને નમાઝ પઢવા માટે નાની રિસેસ લેવાની પરવાનગી આપવાની નીતિઓને રદ કરી દેવામાં આવી હતી.
ર૦૧૭માં એજન્સીને જાણવા મળ્યું કે અનિયંત્રિત નીતિ પરિર્વતનના વિરોધમાં મુસ્લિમ કર્મચારીઓને હેરાન અને ભેદભાવ કરવામાં આવ્યો છે. કારણ કે કંપની મુસ્લિમોને નમાઝ પઢવાની પરવાનગીની સાથે સાથે ૧પ૩૦૦૦ ડોલરની ચુકવણી કરવા માટે પણ તૈયાર છે.
સંઘીય એજન્સીએ જણાવ્યું કે આ નક્કી કરે છે કે ડેનવર અને ફોર્ટ માોર્ગનમાં સ્થિત ટીમસ્ટર્સ લોકલ યુનિયન નં.૪પપ, કારગિલની સાથે પોતાના વિવાદમાં મુસ્લિમ શ્રમિકો માટે તરફેણ કરવામાં નિષ્ફળ રહી અને તેમને પોતાની જાતિ, ધર્મ અને રાષ્ટ્રીય મૂળના કારણે પણ હેરાન કરવામાં આવ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.