ભાવનગર, તા.ર૭
ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની મહિલાએ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.ર૦ના રોજ તેના પતિને માનસિક બીમારી હોય તેને લઈ સારવાર અર્થે ભાવનગરની સરકારી સરટી હોસ્પિટલે ગયા હતા. તે વેળાએ પાડોશમાં જ રહેતા જેઠાણીના ભાઈ અબુતાલીમ નુરમીયા વાહેદ નામનો શખ્સ તેના ઘરે એકલો રહે છે તેના ઘરે આ શ્રમિક પરિવારની નાની માસૂમ ૬ વર્ષ અને ૧૧ માસની સગીરાને ટીવી જોવા ગઈ હતી તે વેળાએ કહેવાતા કુટુંબી મામાએ માસૂમ બાળા સાથે બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માસૂમ બાળાને ગુપ્તાંગના ભાગે દુખાવો થતા તેણીએ તેની માતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. નબરાધમ હવશખોર પરણીત છે. પપ વર્ષના હવશખોર ઢગાને ત્રણ પરણીત દીકરીઓ પણ છે. આ માસૂમ બાળાને આધેડને મામા કહીને બોલાવતી હતી. આ શખ્સે જ માસૂમ બાળાને હવશનો શિકાર બનાવતા ચોતરફ લાગણી વરસી જવા પામી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઉક્ત નરાધમ શખ્સને ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.