Ahmedabad

લંપટ નારાયણ સાંઈને દુઃષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યો

સુરત, તા.ર૬
બહુ ચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં છેલ્લા ૬૪ મહિનાથી જેલમાં બેંધ લંપટ નારાયણ સાંઈને કોર્ટે સુરતની યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં દોષિત જાહેર કર્યો હતો. ઉપરાંત આ કેસમાં સજાની સુનાવણી તા.૩૦ એપ્રિલના રોજ કરવામાં આવશે.
સુરની યુવતી ઉપર બળાત્કારના ગુનામાં છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈને કોર્ટે ગુનેગાર જાહેર કર્યો હતો .જેના કારણે નારાયણ સાંઇના અનુયાયીઓમાં સોપો પડી જવા પામ્યો હતો.
નારાયણ સાંઇ તથા તેમની સાથેના અન્ય ૧૦ આરોપીઓની ટ્રાયલ પૂર્ણ થયાં બાદ કોર્ટે આ જાહેરાત કરી હતી. કોર્ટ દ્વારા આગામી તા.૩૦મી એપ્રિલ સુધી સજા હુકમ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આગામી તા.૩૦મી એપ્રિલના રોજ કોર્ટ સજા જાહેર કરવામાં આવશે. અન્ય પાંચ આરોપીઓને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ ગુનાની ઘનિષ્ઠ તપાસ ત્કાલિકન એસીપી મુન્શી દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કાર કેસમાં નારાયણ સાંઈને મદદગારી કરનાર અન્ય સેવકો ગંગા, જમના, હનુમાન અને ડ્રાઈવર રાજકુમારને પણ અદાલતે દોષિત જાહેર કર્યાં છે.
સુરતની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું પણ અદાલતે જણાવ્યું હતું.
આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા શહેરની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસ મથક દ્વારા બળાત્કારની બે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં એક આશારામ બાપુ તથા બીજી નારાયણ સાંઈ સામે કરાઈ હતી. આશારામ બાપુ સામે નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ ઝીરો નંબરથી ચાંદખેડા પોલીસ મથક અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે નારાયણ સાંઈ સામે નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ૫૮ દિવસ સુધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતા-ફરતા નારાયણ સાંઈને સુરત અને દિલ્હી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી હરિયાણા કુરૂક્ષેત્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈ અને તેની સાથે ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતા આ કેસનો અંતિમ ચુકાદો શુક્રવારના રોજ બપોરે ૧ઃ૩૦ કલાકે જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, આરોપીઓનેશહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું પણ અદાલતે જણાવ્યું હતું. ત્યારે કોર્ટે ચુકાદો સંભળાવીને લંપટ નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કર્યો છે. જ્યારે તેની સાથે મદદ કરનારા ચાર લોકોને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધુમાં વજધુ ઉમરકેદની સજા થાય તેવી શક્યતા છે. જો કે, આ કેસમાં નારાયણ સાંઈની સાથે તેને મદદ કરનારા ગંગા-જમના, હનુમાન અને ડ્રાઈવર રાજકુમારને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. સરકાર તરફથી આ કેસમાં પ૮ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષે ૪૩ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

નારાયણ સાંઈ સામે કઈ કઈ કલમો લગાવવામાં આવી ?

સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ સી, ૩૭૭, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦ બી અને ૧૧૪ લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ ૧૨૦ પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે. આ કેસમાં કુલ ૧૧ આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાંથી કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા હતા, તેમજ બાકીના આરોપીઓને નિર્દોષ થોડી દીધા હતા.

કોણ-કોણ દોષિત જાહેર થયું ?

– નારાયણ સાંઈ
– ગંગા (મદદગાર)
– જમના (મદદગાર)
– હનુમાન (મુખ્ય મદદગાર)
– રાજકુમાર મલ્હોત્રા (ડ્રાઇવર)

ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારીશું : પ્રવક્તા

આસારામ આશ્રમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અદાલતના ચુકાદાને સન્માન આપીએ છીએ પરંતુ અમારા બાપુ નિર્દોષ છે. નીચલી અદાલતનો ચુકાદો અંતિમ ચુકાદો નથી હોતો ન્યાય પ્રણાલીમાં અમને ઉપલી અદાલતમાં ચુકાદો પડકારવાની છૂટ છે. અમે આ ચુકાદાનો અભ્યાસ કરી તેને ઉપલી અદાલતમાં પડકારીશું.
નારાયણ સાંઇ સામે દુષ્કર્મ, લાંચ સહિતના ગુના નોંધાયા છે
વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા-ફરતા નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં નારાયણ સાંઇ સામે સમગ્ર કેસ ફોડવા માટે રૂા.૧૩ કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતા.

દુષ્કર્મ કેસમાં શું હતું ??

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં રહેતી સુરતની યુવતી સાથે રહેતી યુવતી ઉપર નારાયણ સાંઈએ દુષ્કર્મ આચર્યાનો ગુનો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગત તા.૬ઠ્ઠી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ નોંધાયેલા આ ગુનામાં નારાયણ સાંઇની ગત તા.૪થી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ હરિયાણાનાં કુરૂક્ષેત્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી છેલ્લાં સાડા પાંચ વર્ષથી તેની સામે કેસ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતની એક મહિલા સાથે બળાત્કારનાં આરોપમાં ફરાર થયેલાં નારાયણ સાંઈની દિલ્હી-હરિયાણાની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ વેશ બદલીને ફરતા હતા. સુરત સ્થિત બે બહેનોએ આસારામ અને તેમનાં પુત્ર નારાયણ સાંઈ પર યૌન ઉત્પીડના આરોપ લગાવ્યાં હતાં. ત્યાર બાદ સુરત પોલીસે જહાંગીરપૂરા પોલીસ સ્ટેશનમાં ૬ ઓક્ટોબરના રોજ બંને વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. બંને બહેનોમાં નાની બહેને નારાયણ સાંઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ એવો હતો કે નારાયણ સાંઈએ ૨૦૦૨થી ૨૦૦૫ દરમિયાન સુરત આશ્રમમાં યુવતીનું સતત યૌન શોષણ કર્યુ છે. સુરતનાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવ્યા બાદ આસારામ વિરૂદ્ધ ફરિયાદને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સ્થાળાંતરિત કરવામાં આવી. કારણ કે કથિત ઘટના એ જ વિસ્તારમાં થઈ હતી. બંને બહેનોમાંથી મોટી બહેને આસારામ પર ૧૯૯૭થી ૨૦૦૬ દરમિયાન સતત યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તે સમયે તે અમદાવાદ શહેરના બહારી વિસ્તારમાં આશ્રમમાં રહેતી હતી. રાજસ્થાનનાં પોતાનાં જોઘપુર આશ્રમમાં એક કિશોરીનાં યૌન ઉત્પીડન કરવાનાં આરોપમાં ૭૨ વર્ષીય આસારામની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી સુધી પણ છેલ્લાં ૬૪ મહિનાથી સતત જેલમાં જ છે.