વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે મળતાં ભંડોળમાંથી પોતે દત્તક લીધેલા ગામો પાછળ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી

(એજન્સી) તા.ર૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ આદેશ ગામ યોજના અંતર્ગત ચાર ગામો દત્તક લીધા હતા. પરંતુ ૩૦ જૂન ર૦૧૮ના દિવસે આવેલા એક આરટીઆઈના જવાબમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લાના રહેવાસી અનુજ વર્માએ કરેલી આરટીઆઈના પ્રત્યુત્તરમાં જાણવા મળ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વારાણસીના સાંસદ તરીકે મળતા વાર્ષિક ભંડોળમાંથી આ ગામો પાછળ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ દરેક ચૂંટાયેલા સાંસદને વાર્ષિક રૂા.પાંચ કરોડનું ભંડોળ મળે છે. સાંસદ આદેશ ગ્રામ યોજનાની જોગવાઈ મુજબ દરેક સંસદ સભ્યે તેના મતવિસ્તારમાં આવેલા ગામને દત્તક લઈ તેને આધુનિક ગામડામાં રૂપાંતર કરવાનું રહેશે અને દરેક સાંસદે તેના કાર્યકાળમાં ઓછામાં ઓછા ત્રણ ગામો દત્તક લેવા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધનમાં કહ્યું હતું કે, સાંસદ તેને મળતા ભંડોળમાંથી એકીકૃત ખર્ચ કરવા માટે અસક્ષમ છે આથી સાંસદ આદર્શ ગ્રામ યોજના એક જ ગામડાને આધુનિક બનાવવા માટે તેના ભંડોળનો ઉપયોગ કરવામાં મદદ કરશે. પરંતુ નરેન્દ્ર મોદી પોતે આ કામ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આરટીઆઈના ખુલાસા પછી વડાપ્રધાને દત્તક લીધેલા ગામોના સરપંચોએ મીડિયા સાથે આ મુદ્દા પર વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ આ મુદ્દાએ વડાપ્રધાનના મતવિસ્તારમાં સ્થાનિક સ્તરે શાસક પક્ષ માટે નકારાત્મક છાપ ઊભી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks