(એજન્સી) કિગાલી, તા.ર૪
વિદેશોમાં વસતા ભારતીયોની પ્રશંસા કરતાં વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમને ભારતના રાજદૂતો ગણાવ્યા હતા. જેમણે સમગ્ર વિશ્વમાં તેમની છાપ છોડી છે. કિગાલીમાં એકત્ર થયેલા ભારતીય સમુદાયના લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, રવાન્ડાના પ્રમુખ કાગામે એ તેમને દેશમાં ભારતીય સમુદાયે કરેલા કાર્ય વિશે જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, રવાન્ડામાં રહેતા ભારતીય સમુદાય સાથે ચર્ચા કરી હું ખુશ છું. પ્રમુખ પૌલ કાગામેએ મને જણાવ્યું હતું કે, ભારતીય રવાન્ડાના વિકાસમાં યોગદાન આપી રહ્યું છે અને તેઓ ઘણી સમાજ સેવા પણ કરે છે. હું આ સાંભળીને ખુશ થયો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીયોએ સમગ્ર વિશ્વમાં તેમની છાપ છોડી છે. તેઓ અમારા ‘રાજદૂતો’ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી યુગાન્ડાના બે દિવસીય પ્રવાસ પર છે જે આફ્રિકાનું સૌથી વધારે ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ દેશની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમણે રવાન્ડાના પ્રમુખ કાગામે સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વિશે પણ મંત્રણા કરી હતી.