રાજ્યના માત્ર ૧૩ ડેમ જ ૧૦૦ ટકા ભરાયા : નર્મદા બંધ ૧૧૩.પ મીટરે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૮
રાજયમાં વરસાદને પગલે ડેમ અને જળાશયોની સ્થિતિ થોડેક અંશે સુધરી રહી છે તેમાં નર્મદા ડેમની સપાટી ઉપવાસના વરસાદને લઈ વધીને ૧૧૩.પ૦ મીટરે પહોંચી છે. જો કે હજુ રાજયના માત્ર ૧૩ ડેમમાં જ ૧૦૦ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. જયારે ૩૧ ડેમ- જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા સુધીનો પાણીનો જથ્થો જળવાયો છે. બાકીના ડેમ પૈકી ૧૩પમાં પાણીનો જથ્થો ૪૯ ટકાથી પણ ઘણો ઓછો નોંધાવવા પામ્યો છે.
ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ ૧૧૩.૫૦ મીટરે પહોંચી છે. છેલ્લા ૧૨ કલાકમાં જળ સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ૧,૦૨,૪૧૪ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે ૩થી ૪ સે.મી. વધી રહી હતી.ગઈકાલે માત્ર ૧૨ કલાકમાં જ જળ સપાટી ૩૨ સે.મી. વધી હતી.

રાજ્યના ડેમોમાં પાણીની આવક અને જથ્થો

ઉકાઈ ડેમમાં ર૮.૯૯ ટકા પાણી (ર૦,૦રર કયુસેક પાણીની આવક), દમણ-ગંગામાં ૬પ.૩૭ ટકા પાણી (૧૧,૧૧૯ કયુસેક પાણી), વણાંકબોરીમાં ૯૯.૯૯ ટકા પાણી (૬૦૦૦ કયુસેક પાણીની આવક), કરજણમાં ૭૦.૦૭ ટકા પાણી (પ૦ર૧ કયુસેક આવક), પાનમમાં ૭૪.૭પ ટકા પાણી (૪૬૬પ કયુસેક પાણીની આવક), કડાણામાં ૪૧.૭૭ ટકા પાણી (૩૧૧૦ કયુસેક આવક), ધરોઈ ડેમમાં ર૮.૯૦ ટકા પાણી (રરરર કયુસેક આવક), સુખીડેમમાં ૪પ.ર૩ ટકા પાણી (૧૧૪પ કયુસેક આવક), ઉત્તર ગુજરાતના ૧પ ડેમોમાં ૩ર.ર૦ ટકા પાણી, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં પર.૧૯ ટકા પાણી, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.પ૦ ટકા પાણી, કચ્છના ર૦ ડેમોમાં માત્ર ૯.૯૯ ટકા પાણી,સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૪૪.૧૩ ટકા પાણી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks