ખાખરેચીના પાટિયા નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાંથી લાખો લીટર પાણી વેડફાયું

(સંવાદદાતા દ્વારા)
માળીયામિંયાણા,તા.૧૦
માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયા નજીક કચ્છ તરફ જતી નર્મદાની મુખ્યલાઈનમાં વાલ્વ ચેમ્બર તોડી ભંગાણ કરતા વાલ્વમાંથી અવિરત પાણીના ધોધથી લાખો લીટર પાણી ખેતરમાં વેડફાઈ ગયુ છે અને હજુ પણ પાણી વહી રહ્યુ છે કચ્છ અને જામનગરને પાણી પૂરૂ પાડતી નર્મદા યોજનાની મુખ્ય પાઈપલાઈનમાં માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયાથી રાપરના પાટીયા વચ્ચે વાલ્વ તોડી ભંગાણ કરતા ખેતર આખુ કિંમતી પીવાના પાણીથી ભરાઈ ગયુ છે. જેના કારણે આશરે લાખો લીટર જળ જથ્થો વેડફાયોનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. સતત ૧૦ કલાકથી વાલ્વમાંથી વહેતો ધોધ હજુ પણ ચાલુ હોય આ ગંભીર પાણી વેટફાટ મામલે ગુજરાત વોટર ઈનફાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક પાણી પુરવઠા બોર્ડ પાણીચોરી અટકાવવામાં નિષ્ફળ રહ્યુ હોય તેમ દેખાઈ રહ્યુ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks