ઉ.ગુજરાત, અમદાવાદ, સુ.નગરમાં આજથી નર્મદાનું પાણી અપાશે

અમદાવાદ, તા.૧૭
ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરૂપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે અને જ્યાં વરસાદ નથી થયો ત્યાં આ પાણી મળતા ખેડૂતોને ઝડપથી પિયતની સુવિધા મળતી થઈ જશે. એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પિયતની સુવિધા માટે સત્વરે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નર્મદાના નીર આવતીકાલથી જ કેનાલ મારફત આપવાનું શરૂ કરાશે. એ જ રીતે સુજલામ સુફલામ કેનાલ દ્વારા પણ ખેડૂતોને પિયતની સુવિધા પૂરી પાડવા માટે આવતીકાલથી જ સુજલામ સુફલામ કેનાલોમાં પણ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks