Ahmedabad

નરોડા પાટિયા કેસ આપણી સામે જે પ્રશ્નો ઊભા કરે છે એ એટલા સરળ નથી

(એજન્સી) તા.ર૬
અમદાવાદમાં ર૮મી ફેબ્રુઆરી ર૦૦રના રોજ બનેલ મુસ્લિમ સામૂહિક નરસંહારની ઘટના ક્યારેય ભૂલાશે નહીં. ગોધરામાં બનેલ ઘટના પછી પોલીસે હિંદુઓને જાણે કે બદલો લેવાની છૂટ આપી હતી એ રીતે નરસંહાર કરાયો હતો.
આ કેસમાં માયા કોડનાની, બાબુ બજરંગી અને બીજા ભાજપના નેતાઓના નામો સંડોવાયેલા હતા. ટોળાએ નિર્દયતાથી હુમલો કરી ૯૭ વ્યક્તિઓની હત્યા કરી હતી અને સંખ્યાબંધ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી.
શું રાજ્ય સરકારે પૂરતું કાર્ય કર્યું હતું ? : ૧૬ વર્ષો પછી પણ સાક્ષીઓ ઘણા બધા પ્રશ્નો કરી રહ્યા છે એ પ્રશ્નો ગુજરાત સરકારની ભૂમિકા સામે કરાઈ રહ્યા છે. શરૂઆતમાં પોલીસે કેસમાં માયા કોડનાનીનું નામ કેમ લખ્યું ન હતું. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ સ્થળ ઉપર કેમ આવી ન હતી. જ્યારે એમના ઘરો બળી રહ્યા હતા. પાંચ વર્ષ પછી સીટની રચના કર્યા પછી ર૦૦૯માં સીટે માયાબેન કોડનાનીને આરોપી તરીકે દર્શાવ્યા. એ દરમિયાન માયા કોડનાની બે વખત ચૂંટાઈને મંત્રી પણ બની ગઈ હતી. એમની ધરપકડ થઈ અને એના પછી એમણે રાજીનામું આપ્યું હતું. ર૦૧રના વર્ષમાં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપી માયા કોડનાનીને દોષી જાહેર કરી સજા ફટકારી અને ર૦૧૮ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટે એમને દોષમુક્ત જાહેર કરી છોડી મૂક્યા. એમના વકીલે કહ્યું કે સાક્ષીઓના નિવેદનો વિરોધાભાસી હતા જેનાથી સાબિત થતું નથી કે ઘટનાના દિવસે માયા કોડનાની ત્યાં હાજર હતા.
નિર્દોષ જાહેર કરાયા પછીનું રાજકારણ : એ દિવસે સંઘ અને ભાજપના પ્રવક્તાઓ જોરશોરથી કહી રહ્યા હતા કે ભાજપ નેતા સામે મૂકાયેલ આક્ષેપો ખોટા હતા. અને ટ્રાયલ કોર્ટના ચુકાદાઓ ઘણી વખત ઉલટાવવામાં આવે છે. બધા હત્યાકાંડને રાજકીય ઘટના કહી રહ્યા હતા અને એનાથી ગુજરાતના મુસ્લિમો સાથે શું થયું એ જણાવતા હતા.
રાજકીય ચૂપકિદીનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે મુસ્લિમોએ રાજ્ય સરકાર પાસેથી બાંહેધરી માંગી કે હવેથી અમારા જીવ સાથે રમતો કરવી બંધ કરાવવામાં આવે, અમે સતત ભય હેઠળ રહેવા માંગતા નથી. અમને ટોળાશાહીનો ભોગ બનવા ઈચ્છતા નથી.
પણ રાજકારણે મુસ્લિમોને જણાવ્યું કે, અમે જે કહેવા માંગીએ છીએ એ તમને ટોળાંએ સામૂહિક હત્યાકાંડ કરી બતાવ્યો છે. તમારે એ રીતે જ જીવવું પડશે જે રીતે ર૦૦રના વર્ષમાં જીવતા હતા. રાજકારણીઓનો ઉદ્દેશ્ય એ હતું કે હિન્દુઓ એક થઈ મજબૂત હિન્દુત્વ વિચારધારા ધરાવતા પક્ષને મત આપે જેથી મુસ્લિમો ઉપર પ્રભાવ કાયમ માટે પાડી શકાય.
કાયદાકીય આધારે આશ્વાસન : જો ભાજપ ઈચ્છે છે કે, સામૂહિક નરસંહારના રાજકારણને આગળ નથી ધપાવવું તો મોદીએ મુસ્લિમોને ખાત્રી આપી જોઈએ કે એમને ચિંતા કરવાની જરૂર નથી. ભાજપ કાયદાકીય મુદ્દાઓ આગળ ધરી બાંહેધરી આપવી જોઈએ. જો કે મોટાભાગના સામૂહિક હત્યાકાંડો અથવા ટોળાકીય હત્યાકાંડોમાં પુરાવાઓ પૂરવાર કરવામાં મુશ્કેલીઓ થતી હોય છે. જો ભાજપ મુસ્લિમોને સુરક્ષાની બાંહેધરી નહીં આપશે અને એના બદલે ઉશ્કેરણીનું રાજકારણ રમશે એ કહીને મતદારોની એ જ ઈચ્છા છે તો નરોડા પાટિયા ઘટનાના પડછાયા સતત આપણી ઉપર ભમ્યા કરશે.
૧૬ વર્ષ પછી જ્યારે કોર્ટ કેસના બધા આરોપીઓમાંથી અડધા ઉપરથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકે છે. ત્યારે મનમાં શંકાઓ ઉપજે એ સ્વાભાવિક છે. કોર્ટ બહાર એની ચર્ચાઓ થશે અને પોત-પોતાના અભિપ્રાયો બાંધવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.