નેશનલ ફિલ્મ એવોર્ડ ર૦૧૮ : દિવંગત શ્રીદેવીનું શ્રેષ્ઠ અભિનેત્રીનું બહુમાન જહાન્વી, ખુશી અને બોની કપૂરે સ્વીકાર્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
એક મહિના પછી ૬પમાં નેશનલ ફિલ્મ એવોર્ડસ જ્યુરી દ્વારા વર્ષ ર૦૧૭માં પ્રદર્શિત ફિલ્મ ‘મોમ’માં બેસ્ટ એક્ટર તરીકે દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નામની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ મેળવવા દિવંગત શ્રીદેવીના સ્થાને પુત્રી જહાન્વી અને ખુશી તેમજ પતિ બોની કપૂર ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટર તરીકે શ્રીદેવીના નામની જાહેરાત થતાં બોની કપૂર અને જહાન્વી તેમજ ખુશી એ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.‘મોમ’ ફિલ્મમાં શ્રીદેવીના અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળતાં પરિવારે જણાવ્યુ ંકે, તેમના માટે આ ઘણી આનંદની ઘડી છે, પુત્રીએ જણાવ્યું કે, શ્રીદેવીએ તેમની ૩૦૦ ફિલ્મોમાં પુરવાર કર્યું છે કે તે એક જ શ્રેષ્ઠ અભિનેત્રી હતી. ર૦૧૭માં પ્રદર્શિત ફિલ્મ ‘મોમ’ સિનેમાગૃહમાં સફળ થઈ નહોતી પરંતુ શ્રીદેવીના અભિનયને ભરપૂર વખાણ મળ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts