(એજન્સી) તા.૧૦
તુર્કીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચંડ બહુમત સાથે જીતી લીધા બાદ રાષ્ટ્રપતિ એર્દોગન વધુ શક્તિશાળી બની ગયા છે. હવે તેમની પાસે પહેલાં કરતાં વધુ સત્તા આવી ગઈ છે. જોકે સોમવારે તેમણે રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર શપથ લીધા હતા. જોકે તેમની સરકારની વિપક્ષો દ્વારા ટીકા જ કરવામાં આવે છે છતાં તેમને બહુમત મળ્યો છે અને તે શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના વિપક્ષીઓ તેમને સરમુખત્યાર કહે છે. એર્દોગન જેમણે તુર્કીને ઈસ્લામિક દેશ તરીકે આગવી ઓળખ અપાવી અને ઈસ્લામ ધર્મનું અનુસરણ કરવાની સાથે લોકોના જીવનમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે તુર્કીને સારી એવી ઓળખ અપાવી છે. લગભગ બે વર્ષ સુધી નિષ્ફળ સૈન્ય બળવાને ડામ્યા બાદ તેમણે રાષ્ટ્રપતિ તરીકે ફરી શપણ લીધા છે. સંસદનું ઉદઘાટન કર્યા બાદ એર્દોગને તેમના વિજય બાદ તેમના પેલેસ પર એક મોંઘા સમારોહનું આયોજન કર્યુ હતું. જેમાં દુનિયાના ટોચના નેતાઓ આવ્યા હતા. જોકે એર્દોગન સામે હાલમાં તાત્કાલિક અને મોટા પડકારો પણ છે. ઝડપથી વધતી જતી ઈકોનોમીમાં અસંતુલન અને પશ્ચિમી દેશો અને તુર્કીની વિદેશનીતિમાં વધતી તંગદિલીનો પણ તેમની સામે પડકાર છે. જોકે તુર્કી એક નાટો સંઠનનો સભ્ય દેશ છે. જોકે છેલ્લે ૨૦૧૬થી દેશમાં લાગુ કરેલી ઈમરજન્સીને પણ તેમણે હવે હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. જોકે મોડર્ન તુર્કી માટે આ એક ચિંતાનો વિષય હતો. જોકે અંતિમ વાર કટોકટીને સમાપ્ત કરતાં પહેલા જ તુર્કીની સરકારે ૧૮૬૩૨ જેટલા સરકારી કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપી દીધો. જોકે તેમાં હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સૈનિકો પણ સામેલ છે. જોકે પોતાની નવી સરકારની શરુઆત કરતાં જ એર્દોગને હવે તેમની વિદેશ નીતિમાં ફેરફાર કર્યો છે. તેઓ હવે ઉત્તર સાયપ્રસ અને અઝરબૈજાનની મુલાકાતે જવાના છે. તેઓ બ્રસેલ્સમાં આયોજિત થનાર નાટો સમિટમાં પણ ભાગ લેશે અને અહીં પોતાના સમકક્ષ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી શકે છે.