(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
પરવત પાટીયા અર્ચના સ્કૂલ પાસે આવેલી એક દુકાનના ઓટલા પર પાંચ માસના ગર્ભવાળા તાજા જન્મેલા બાળકને ત્યજી દઈ માતા ફરાર થઈ ગઈ હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટીયા અર્ચના સ્કૂલ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં કાળુભાઈ ચૌધરી રહે છે. ગત તા.૨૯મી જૂનના રોજ સવારે ૭.૦૦ કલાકે કાળુભાઈ પોતાની દુકાન ખોલવા ગયા હતા. ત્યારે સામેની દુકાન નંબર ૧૩૨-૧૩૩ના ઓટલા પર કાગડાઓ પ્લાસ્ટિકની થેલી ચાંચમાં ભેરવી ખેચાખેચ કરતા હતા. ત્યારબાદ કાળુભાઈ કંઈક અજુગતુ લાગતા તેમણે નજીકમાં જઈને જાતાં પીળા રંગની કોથળીમાં પાંચ માસના બાળકનો ગર્ભ કોઈ અજાણી માતા નાંખી ગઈ હતી. પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0