National

મોદી “મૂડીવાદીઓની કઠપૂતળી” છે મધ્યપ્રદેશ ચૂંટણી રેલીમાં નવજોતસિંઘ સિદ્ધુ

(એજન્સી) છિંદવાડા, તા.ર૩
પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોતસિંઘ સિદ્ધુએ અહીં ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરતા કહ્યું કે, એ મૂડીવાદીઓની કઠપૂતળી છે.
સિદ્ધુએ કહ્યું વડાપ્રધાન કઠપૂતળી છે અને ફક્ત જૂઠ્ઠુ બોલે છે જો કોઈ ખેડૂત પોતાની ૧ લાખ રૂપિયાની ચૂકવવામાં નિષ્ફળ જાય તો સરકાર એમના ઘરની બહાર ઢોલ-નગારા વગાડીને એને બદનામ કરે છે. સિદ્ધુએ સરકારન એ પ્રયાસ તરફ ધ્યાન ખેંચતા હતા જેમાં સરકારે લોન ચૂકવણીમાં નિષ્ફળ રહેનારાઓના ઘરે એમને શરમમાં મૂકવા ઢોલ વગાડવાની જાહેરાત કરી હતી. પણ જ્યારે અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ ૧.પ લાખ કરોડ રૂપિયાની લોન ચૂકવતા નથી તો મોદી એમને ઝપ્પી-પપ્પી આપે છે. શું મોદી સરકાર અદાણી અંબાણીની સરકાર છે ? એમણે મોદીના મેક ઈન ઈન્ડિયાની ઠેકડી ઉડાડતા કહ્યું કે, ‘જ્યારે ફ્રાન્સમાંથી રાફેલ વિમાન અને જાપાનમાંથી બુલેટ ટ્રેન ભારતમાં આવશે તો અહીંના લોકો શું કરશે, શું એ ફક્ત ભજીયા જ તળશે.
એમણે મોદી ઉપર આક્ષેપો કર્યા કે એમણે ખેડૂતોને એમની પેદાશોના યોગ્ય ભાવો નથી અપાવ્યા. ડીઝલનો ભાવ ૮ર રૂપિયા કરી નાંખ્યો. મોદીનું આ અર્થશાસ્ત્ર નહીં પણ અનર્થશાસ્ત્ર છે. જો કે ભાજપ પ્રવકતા સરવેશ તિવારીએ કહ્યું સિદ્ધુને મોદી ઉપર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. એ પોતે સત્તા ભૂખ્યા છે જેથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકા મારે છે. એમના કોઈ સિદ્ધાંતો જ નથી. સિદ્ધુએ કહ્યું કે, મુખ્યમંત્રીને લોકો ‘મામા’ કહીને બોલાવે છે પણ એ કંસ મામા છે. ભાજપા પ્રવકતાએ કહ્યું કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સરકાર રચવાના દિવાસ્વપ્નો જોઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.