National

મુખ્યમંત્રી અમરિન્દરસિંગે સિદ્ધુને ઝેડપ્લસ સુરક્ષા સાથે બુલેટપ્રુફ ગાડી ફાળવી

(એજન્સી) ચંદીગઢ, તા.૧૦
ધમકીઓ મળતાં પંજાબ સરકારના કેબિનેટમંત્રી નવજોત સિદ્ધુની સુરક્ષા વધારી દેવાઈ છે.
નવજોત સિદ્ધુના નજીકના સૂત્રોએ કહ્યું કે, સરકારે સિદ્ધુને ઝેડપ્લસ સુરક્ષા સાથે બુલેટપ્રુફ લેન્ડ ક્રુઝર કાર આપી છે. સિદ્ધુએ જાન સામે ખતરો હોવાની શંકા વ્યકત કરતાં ઝ્રૈંજીહ્લની સુરક્ષા માંગી હતી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ગૃહમંત્રી રાજનાથસિંહને આ સંબંધમાં પત્ર લખ્યો હતો. સિદ્ધુ પાર્ટી માટે દેશભરમાં પ્રચાર કરનાર છે. હવે સિદ્ધુની સુરક્ષા વધારી ઝેડપ્લસ કરી દેવાઈ છે. ૧ર સુરક્ષા કર્મી તેની સુરક્ષામાં હતા જે હવે રપ હશે. સિદ્ધુએ અકાલીદળની જનવિરોધી નીતિઓ સામે આક્રમક પ્રચાર કરી ત્યારે વિરોધનો સામનો કરી રહ્યા છે. અકાલીદળની માફીયા અને અપરાધિક તત્ત્વો સાથે સાંઠગાંઠની ટીકાઓ કરતાં તેમની જાનને ખતરો હોવાનું પંજાબના ગૃહસચિવ નિર્મલજીતસિંહે કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગાબાને પત્ર લખી જણાવ્યું હતું. સિદ્ધુને ડ્રગ્સ અને ખનન માફીયાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. સિદ્ધુએ ડેરા સચ્ચા સૌદાના રામરહીમની ટીકા કરતાં સમર્થકો ભડક્યા હતા. સિદ્ધુએ પાકિસ્તાનની યાત્રા કરી સેના પ્રમુખ બાજવાને ગળે પડ્યાની ઘટના બાદ રોષ ફેલાયો હતો. દક્ષિણપંથી સંગઠન હિન્દુ યુવા વાહિનીએ સિદ્ધુના સીર પર ૧ કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. યોગી આદિત્યનાથને ગાળો બોલવાનો સિદ્ધુ પર આરોપ લાગ્યો છે.